જલાલપોર: સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લાના આગેવાનોએ ડાભેલ ગામમાં ગાય કાપવા ણ જતાં કરાયેલ દિપક હળપતિ નામના યુવાનન હત્યાને લઈને પરિવારની મુલાકાત લીધી હતી અને દુ:ખી પરિજનોને સાંત્વના પાઠવી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ નવસારીના ડાભેલ ગામે ખાટકીઓ સાથે થયેલ ઝગડામાં 30 વર્ષીય આદિવાસી યુવાનને ખાટકીઓએ ભેગા મળીને હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા યુવાન દિપક હળપતિનું ટૂંકી સારવાર દરમ્યાન મૃત્યુ નીપજતા સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલે પોતાની ટીમના સભ્યો અરવિંદભાઈ, ધર્મેશ ડીજે, શૈલેષભાઇ, મુકેશ તીઘરા, કમલેશભાઈ, ધર્મેશભાઈ કાંતિભાઈ, રાહુલભાઈ અડદા સરપંચ, જયંતીભાઈ ધર્મેશભાઈ અડદા, રાકેશભાઈ, દિનેશભાઇ, નરેશભાઈ, ઉમેશભાઈ, નિકુલભાઈ, ભાવેશ, મનીષ ઢોડિયા, દીપકભાઈ, જયમીન, પથીક, મયુર, દાંડીવાડના યુવાનો સહિતના આગેવાનો સાથે ખુબ મોટી સંખ્યામાં પત્ની,પિતા અને નાના ભાઈની મુલાકાત લઇ સાંત્વના પાઠવી હતી અને ઘટનાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.
આ ઉપરાંત ગામના યુવાનો સાથે મળીને પરિવાર વિશે ચિંતા વ્યક્ત કરી હતી.ડાભેલ ગામના યુવાનોએ સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો સમક્ષ પરિવારના દુઃખની ઘડીમાં સતત સાથ આપવાની બાંહેધરી આપી હતી.











