માંડવી: માંડવી તાલુકાના રેગામા અને કાલીબેલ ગામોની વચ્ચે આવેલું માયા તળાવ ખાતે જળ, જંગલ, જમીન અને પ્રકૃતિના સંરક્ષણ માટે રેગામા ગામના આદિવાસી યુવા સામાજિક કાર્યકરો દ્વારા ગતરોજ વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ અભિયાનમાં રાજેશભાઈ વસાવા, બિપીનભાઈ વસાવા, પ્રકાશભાઈ વસાવા, વિકાસભાઈ વસાવા, રમેશભાઈ વસાવા તથા આયુષ કુમાર સહિત અન્ય યુવા મિત્રો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. યુવાનોએ તળાવ આસપાસ ફેલાયેલો કચરો અને પ્લાસ્ટિક દૂર કરી પ્રકૃતિ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી.
આ પ્રસંગે યુવાનોએ અન્ય યુવાઓને પણ અપીલ કરી કે કુદરતી સ્થળોએ કચરો કે પ્લાસ્ટિક ન ફેંકવું જોઈએ તેમજ પ્રકૃતિ સાથે કોઈપણ પ્રકારની છેડછાડ ન કરવી જોઈએ. પ્રકૃતિનું રક્ષણ કરવું એ સૌની સામૂહિક ફરજ છે એવો સંદેશ આ અભિયાન દ્વારા આપવામાં આવ્યો હતો.











