વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના સતીમાળ ગામમાં શ્રી ગિરિજન માધ્યમિક શાળા કણઘાની NSS (રાષ્ટ્રીય સેવા યોજના) શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રીય સેવા યોજના ને ઉજાગર કરવા તેમજ બાળકો માં રાષ્ટ્રીય સેવા ચારિતાર્થ કરવાનો હતો.
Decision News ને મળેલી જાણકારી મુજબ આ NSS શિબિરના મુખ્ય મેહમાન તરીકે પધારેલા નવસારી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અંબાબેન માહલા તથા સભારંભના મહેમાન તરીકે વાંસદા તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા બીપીન માહલા, C.R.C શૈલેષભાઈ માહલા, કણધા સ્કૂલના નિવૃત આચાર્ય રાયસીંગભાઈ, માંડવખડક હાઈ સ્કૂલના આચાર્ય હિતેશભાઈ માહલા, ગિરિજન સ્કૂલના આચાર્ય કલ્પેશભાઈ માહલા ઉપસ્થિત રહ્યા હતા.
બીપીન માહલા સંબોધનમાં જણાવ્યું કે જીવનમાં બાળકે આગળ વધવા માટે એકાગ્રસ્ત હોવું જરૂરી છે જો તમે લક્ષ્ય ન રાખો તો તમે આગળ વધી શકશો નહીં આપણે શું કરવું છે એ મહત્વનું છે બીજા શું કરે છે એની વાત માનવા જશો તો તમે આગળ કદી વધી શકશો નહીં અને અમારા લાઈફ કંઈ પણ કામ હોય તો કે જો. શૈલેષભાઈએ કહ્યું કે ખૂબ મહેનત કરો આજે તમે મહેનત નહીં કરો તો જયારે તમારો અભ્યાસ પૂર્ણ થશે અને રિઝલ્ટ સારું ન આવે અને નોકરી ન મળે ત્યારે આપણને થાય કે ત્યારે સમય હતો ત્યારે મેં અભ્યાસ કર્યો નથી તેનો પછતાઓ થાય છે કે હું ભણતે તો આગળ નોકરી કરતે અંબાબેન એ કહ્યું કે આપણે જાહેર મિલકતની પણ સાચવણી કરવી જોઈએ અને સુંદરતા વધારવી જોઈએ જેમ કે શાળા છે, આંગણવાડી છે, બસ સ્ટોપ છે કે અન્ય સરકારી મિલકતોની જાળવણી કરવી જોઈએ અને તમે ખૂબ આગળ વધો એવી મારી આશા છે. આ કેમ્પને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય કલ્પેશભાઈ માહલા, ઓફિસર પ્રોગ્રામ મિલનભાઈ ટેડેલ, નીતાબેન તલાવીયાના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ સતીમાળ ગામમાં કરવામાં આવી હતી.











