ખેરગામ: ગતરોજ ખેરગામમાં આવેલ ચિંતુબા છાંયડો મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં હાડકાની પ્લેટ કઢાવવાનું ઓપરેશન કરાવવા આવેલ રાજસ્થાની ગરીબ મજુર દર્દી ઓપરેશન કરાવવાના રૂપિયા પોતાના શેઠ પાસે માંગવા જતા બીલીમોરામાં કાટમાળ ભંગારનો ધંધો કરતા ગીરીશભાઈ પટેલ નામના ઇસમે ચિંતુબા હોસ્પિટલના મુખ્ય પ્રબંધક તરીકે કામ કરતા મહિલા શીલાબેન ભોયાના અંગત નંબર પર રાત્રે 8.40 ફોન કરી દાદાગીરી કરી હોસ્પિટલ બંધ નહીં કરાવી દઉં તો મારું નામ બદલી નાખીશ જેવી ધકધમકી આપી હોસ્પિટલ છે કે શાકભાજી માર્કેટ છે જેવી અણછાજતી વાતો કરી ખુબ જ અપમાનજનક માનહાની કરી હતી.

આ બાબતે શીલાબેન ભોયાએ હોસ્પિટલના સંચાલક ડો.નિરવ ભુલાભાઇ પટેલને જાણ કરતા તેઓ કોલકાતા હોય તેઓએ આ ઈસમને સ્થાનિકે સામાજિક આગેવાનો મારફતે આ રીતે ધાકધમકી નહીં આપવા અને બીજીવાર સ્ટાફના મહિલા સામે મગજ વગરનો વાણીવિલાસ નહીં કરી મર્યાદામાં રહેવા સૂચના આપેલ અને બીજીબાજુ શીલાબેન ભોયાએ પોતાના અંગત ફોન નંબર પર ફોન કરી ધકધમકી આપવા બદલ કામના સ્થળે હેરાનગતિ બદલ સુપ્રીમ કોર્ટનો ચુકાદો ટાંકી કાટમાળનો ધંધો કરતા ગિરીશ પટેલ નામના ઈસમ વિરુદ્દધ ખેરગામ પોલીસ સ્ટેશનમાં અરજી કરતા પોતે કરેલ મનઘડંત આક્ષેપો અને વાણીવિલાસ બદલ કરવા પોલીસ સ્ટેશનમાં માફિનામું લખી આપી બીજીવાર આવું કૃત્ય નહીં કરવા લેખિતમાં બાંહેધારી આપતાં શીલાબેન ભોયાએ મોટુ મન રાખી ગિરીશ પટેલ નામક ઈસમને માફ કરી દેતા મામલો થાળે પડ્યો હતો.આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં શીલાબેન ભોયાએ જણાવ્યું હતું કે અમારા સર મેડમ છેલ્લા 8.5 વર્ષ કરતા વધારે સમયથી અમારી હોસ્પિટલમાં સારવાર માટે આવનાર 70 વર્ષથી ઉપરના વડીલો, વિધવા મહિલાઓ, શારીરિક-માનસિક દિવ્યાંગો, સૈનિકો, સિકલસેલ એનિમિયા સહિતના દર્દીઓ પાસે તપાસ ફી અને જનરલ રૂમ ચાર્જ નથી લેતા અને ઘણીવાર ગરીબ દર્દીઓ જોઈને અમે સ્ટાફ સર મેડમને હોસ્પિટલ ચાર્જ રાહત દરે કરી આપવા રજૂઆત કરતા હોઈએ ત્યારે સર મેડમ અમારી રજુઆત ધ્યાને લઇ હોસ્પિટલ ચાર્જ નહીં લેતા હોય છે.

સર,મેડમની ગરીબ દર્દીઓ માટેની આ ભલમનસાઈ વિશે શાકભાજી માર્કેટ જેવું નામ આપી જે હોસ્પિટલ માટે અમે રાતદિવસ તનતોડ મહેનત કરી દર્દીઓ સારા કરતા આવેલ તે હોસ્પિટલને બંધ કરવાની ધમકી આપતાં અમને તમામ સ્ટાફને ખુબ જ દુઃખ થયેલ અને સામાવાળા ઈસમનો વાણીવિલાસ સાંભળીએ ઈસમ ખુબ જ ઝનુની અને તકરારી સ્વભાવનો લાગતા અમે પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કરેલ.જેમાં ટાઉનબીટ જમાદાર કલ્પેશ પટેલે ત્વરિત કાર્યવાહી કરી ધાકધમકી આપનાર ઈસમ ગીરીશ પટેલને કાયદાનું ભાન કરાવ્યું હતું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here