કપરાડા:  માનવદાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થોડા સમય પહેલા કપરાડા તાલુકાના સાહુડા અને કોલવેરા ગામની પ્રાથમિક શાળામાં ભણતાં બાળકોને સ્કૂલ બેગનુ મફત વિતરણ કરવામા આવ્યુ હતું. આ બે ગામ પૈકી સાહુડા ગામમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર, અનાથ બાળકોની રોજિંદી જરુરિયાત વિશે, કોલવેરા ગામનાં યુવાનો દ્વારા માહિતી મળી હતી. આ બાબતે અમે આપણા માનવદાસ ચેરિટેબલ ટ્રસ્ટ (ડાંગ) દ્વારા દાન એકત્રિત કરવા દાતાઓને વિનંતી કરી. જેમાં ૨ દાનવીરો દ્વારા કુલ ૭ મહિનાઓ માટે પર્યાપ્ત રકમનુ દાન આપવામા આવ્યુ.

જેથી આપણા માનવદાસ ચેરિટેબલ ટ્રસ્ટ (ડાંગ) દ્વારા દરેક 2 મહિના માટે પર્યાપ્ત અનાજ તેમજ રોજિંદી જરુરિયાતની ચીજવસ્તુઓ, આ અનાથ બાળકોને પહોંચાડવામા આવશે એવુ નક્કી કરવામા આવ્યુ. જેના ભાગરૂપે આજે સાહુડા સ્થિત અનાથ કુટુંબના બાળકોને ૨ મહિના માટે પર્યાપ્ત અનાજ તેમજ રોજિંદી જરુરિયાતની ચીજવસ્તુઓ દાન સ્વરૂપે આપવામા આવ્યુ.

દાન આપનારા દાતાઓ : શ્રી નૈષધભાઈ હિરેનભાઈ દેસાઈ ( મુંબઈ ) અને શ્રી નીલેશભાઈ પારેખ એંડ ફેમીલી ( યુ. કે.) છે  આ સેવાકાર્ય માટે સંપર્ક સેતુ : કોલવેરા ગામના સંનિષ્ઠ યુવા કાર્યકર સુનિલભાઈ ધુમ, કાશીનાથ અને એમના મિત્રો, તેમજ સાહુડા ગામના સરપંચ શ્રી ચુનીલાલભાઈ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here