ડાંગ: માહલા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એસ એસ માહલા નર્સિંગ કૉલેજ કુકડનખી ખાતે ધારાસભ્ય વિજય પટેલના અધ્યક્ષતામાં અને વિધાર્થીઓના વાલીઓની હાજરીમાં ઓથ સેરેમની કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી જાણકારી મુજબ એસ એસ માહલા નર્સિંગ કૉલેજ કુકડનખી ANM/GNM/B.sc Nursing ના પ્રથમ વર્ષ ના વિધાર્થી ઓને ઓથ સેરેમની કાર્યક્રમ સપથ લેવડાવવામાં આવી એસ એસ માહલા કેમ્પસ ના સ્ટાફ, વિધાર્થી, અને કૉલેજ સંચાલક, અને ટ્રસ્ટ ના પ્રમુખ આ પ્રોગ્રામ ને ડાંગ જિલ્લા ના આદિવાસી વિધાર્થી ઘર આંગળે ઉચ્ચ શિક્ષણ માટે હંમેશા સાથ સહકાર આપીશું ગુજરાત સરકાર દ્વારા છેવાડા ના માનવી સુધી ઉચ્ચ શિક્ષણ મળી રહે તેવા પ્રયાસો કરીશું અને એસ એસ માહલા કેમ્પસ માં ચાલુ પ્રોગ્રામ માં પંચાયત ના સરપંચ ને કેમ્પસ માં રસ્તા મંજૂરી માટે સૂચન કરવામાં આવ્યા અને જણાવ્યું ભવિષ્ય માં વિધાર્થી ઓને પ્લેસમેન્ટ માટે ની માહિતી આપવામાં આવી ડાંગ ના વિધાર્થી હંમેશા ઉજ્જવલ ભવિષ્યની ખાતરી આપી હતી.
ઓથ સેરેમની એ એક ઔપચારિક કાર્યક્રમ છે જેમાં કોઈ વ્યક્તિ પોતાની જવાબદારી ઈમાનદારીથી નિભાવવાની શપથ લે છે.
“હું સંપૂર્ણ નિષ્ઠા અને માનવતા સાથે નર્સિંગ વ્યવસાયની ફરજ નિભાવીશ.
હું દર્દીની ગોપનીયતા જાળવીશ અને દરેક દર્દી સાથે સમાન વર્તન કરીશ.
હું મારા જ્ઞાન અને કુશળતાનો ઉપયોગ માનવ સેવા માટે કરીશ.” સાથે દરેક વિધાર્થી ને શપથ લેવડામાં આવી છે વાલી મિત્રો પણ આ કાર્ય ક્રમમાં જોડાઈને ખુશીની લાગણી અનુભવી આ કાર્યક્રમમાં ફ્રેશર પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.











