વાંસદા: આજરોજ વાંસદા ખાતે નવલોહીયા યુવાનોને કોલેજ કાર્યકાળમાં સમાજસેવા કરવા માટેની તક એટલે NSUI એ ઉદ્દેશ સાથે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલના અધ્યક્ષસ્થાને યુવાનો માટે એન.એસ.યુ.આઈ.નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વાંસદા તેમજ આઈ.ટી.આઈ.ના એન.એસ.યુ.આઈ.માં જોડાયેલ યુવાનો દ્વારા “યુવા સંવાદ”નો કાર્યક્રમનું આયોજન થયું હતું.
જેમાં અનંત પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. યુવાનોને કોલેજ કાર્યક્રમમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એન.એસ. યુ.આઈ. સમાજ સેવા કરવાની તક પુરી પાડે છે. યુવાનોને સમાજમાં કયા કર્યો કરવા જોઈએ અને રાજકીય રીતે સક્રિય થવા માટે એન.એસ.યુ.આઈ. જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે. એન.એસ. યુ.આઈ. દ્વારા વિદ્યાર્થીના પ્રશ્નો જેવા કે, શિષ્યવૃત્તિ, છાત્રાલયના પ્રશ્નો તેમજ જુદા જુદા રીતે અન્યાયના વિરોધમાં લડવા માટે એક સંગઠન પુરૂ પડે છે.
આ પ્રસંગે તાલુકા કોંગ્રેસ પ્રમુખ નિકુંજ ગાંવીતે જણાવ્યું હતું કે, યુવાનોને વિદ્યાર્થી જીવનમાં પોતાના પ્રશ્નો ઉજાગર કરવાનું પ્લેટફોર્મએ એન.એસ.યુ.આઈ. છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. જેમાં એન.એસ.યુ.આઈ.ના પ્રમુખ અલ્પેશ યુવા વિધાનસભા ભોંય, જી. મહામંત્રી સાવન, મયુર પટેલ, જી. પંચાયત સદસ્ય ચંપાબેન કુંવર, સરપંચ મનીષ પટેલ, જીતુ પટેલ, નિતેશભાઈ કુનબી, ગણપતભાઈ, મહેન્દ્રભાઈ,હસમુખભાઈ, રાજુ ચૌધરી, વજેસિંગ ભગરીયા તેમજ મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.











