વાંસદા: આજરોજ વાંસદા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલે આજે રૂપવેલ ગામની ગ્રામ પંચાયતની મુલાકાત લીધી અને સુઠવાડ ફળીયા સુધીના ડામર રોડ માટે ૫ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવીને કામનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે ગામના સરપંચ શ્રી નિતેશભાઈ, વોર્ડ સભ્યો તેમજ ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન રૂપવેલ ગામના આગેવાનોએ આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું કે, 1947 માં દેશ આઝાદ થયો ત્યાર પછી આજે પ્રથમ વાર ગામમાં ડામર રોડ બનવા જઈ રહ્યો છે. તેમને એવું લાગ્યું કે જાણે આજે ફરીથી દેશ આઝાદ થયો હોય તેવી ખુશીની લાગણી અનુભવાઈ રહી છે અનંતભાઈ.. આદિવાસી બહુલ વિસ્તારમાં આવેલા આ ગામ માટે આ રોડ વિકાસનું મોટું પગલું ગણી શકાય.
ધારાસભ્ય અનંતભાઈ પટેલે ગામજનોને આશ્વાસન આપ્યું કે વિસ્તારના વિકાસ માટે તેઓ સતત હંમેશા પ્રયત્નશીલ રહેશે. આ કાર્યક્રમમાં ગામના રહેવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.











