વાંસદા: વાંસદા તાલુકાની ‘શિવમ પ્રાઇવેટ હોસ્પિટલ’ની ગંભીર બેદરકારી સામે આવી છે નિયમોને નેવે મૂકીને વેસ્ટ કચરો બેફામ પણે પ્લાસ્ટિકના ઝભલા ભરીને પ્લાસ્ટિકના ડ્રમ ફેંકી દેવાતો હોવાથી છે આ કચરમાં મૂંગા પશુઓ (ગાય) ભોજન કરતાં જોવા મળતા દ્રશ્યો એક અત્યંત શરમજનક અને સંવેદનહીન ઘટના, લોકો કહી રહ્યા છે. વાંસદામાં ‘શિવમ પ્રાઇવેટ હોસ્પિટલ’માં દર્દીઓ પર ઊચા ભાવની વસૂલાત તો થાય છે પણ ‘વેસ્ટ કચરો ગાય ખાય છે’ ! બોલો કચરાનો યોગ્ય માટે વ્યવસ્થા નથી !
વાંસદાની શિવમ હોસ્પિટલ બહાર વેસ્ટનો કચરા નિકાલમાં ઘોર બેદરકારી દાખવવામાં આવતા, હોસ્પિટલ બહાર મૂકેલા પ્લાસ્ટિકના ડ્રમ માંથી મૂંગા પશુઓ જીવલેણ કચરો આરોગવા માટે મજબૂર બન્યા છે. તસવીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક ગાય હોસ્પિટલની બહાર મૂકેલા ભૂરા ડ્રમની બાજુમાં પ્લાસ્ટિકની બેગમાં સંગ્રહ કરેલો કચરો ચાવી રહી છે, જેમાં નુકસાનકારક મેડિકલ વેસ્ટનો જથ્થો પણ સામેલ પણ હોઈ શકે છે પરંતુ પ્રાઇવેટ શિવમ હોસ્પિટલમાં નિયમનો ઉલાડીયો થતો હોવાનું સામે આવ્યું છે હોસ્પિટલ વેસ્ટ કચરાનો નિયમ અનુસાર નિકાલ કરવાનો હોય છે, પરંતુ હોસ્પિટલ બહાર પ્લાસ્ટિક ડ્રમ ફૂલ થઈ જતા ડ્રમ ઠાલવેલા વેસ્ટ કચરાના ઝભલાઓ રઝળતી હાલતમાં નજરે પડ્યા હતા જોકે ગાય તેમાં ભોજન શોધતી પણ નજરે પડી હતી પ્રાઇવેટ હોસ્પિટલ બહાર પશુઓ તે કચરાના ઢગલામાં ભોજન શોધે છે જેની અસર પણ એક જીવના સ્વાસ્થ્ય પર પડે છે.
ગાયને જ્યાં માતા માનવામાં આવે છે, રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો માગવામાં આવે છે પણ જ્યારે તેની દયનીય સ્થિતિ જોવા મળે છે ત્યારે સહુના મન દુભાય છે. ત્યારે શું હોસ્પિટલ વેસ્ટ કચરાનો યોગ્ય વર્ગીકરણ કરીને સુરક્ષિત રીતે નિકાલ કરવો ફરજિયાત છે. આ વેસ્ટને ખુલ્લામાં કે સામાન્ય કચરા સાથે મિશ્ર કરીને ફેંકી શકાય નહીં હોસ્પિટલ દ્વારા જાહેર સ્થળ પર ખુલ્લું ડ્રમ મૂકીને તેમાં પ્લાસ્ટિક બેગમાં સંગ્રહ કરેલો વેસ્ટ ખુલ્લામાં નાખવામાં આવ્યો હોય તેવું જોવા જણાઈ રહ્યું છે, જે આ નિયમોનું સીધું ઉલ્લંઘન છે. આ કૃત્ય માત્ર કાયદાનું ઉલ્લંઘન નથી, પરંતુ તે હોસ્પિટલની સંવેદનહીનતા અને વહીવટી તંત્રની નિષ્ક્રિયતા દર્શાવે છે.
તસવીરમાં દેખાતા દૃશ્ય પરથી સ્પષ્ટ થાય છે કે આ વેસ્ટ અને કચરો મૂંગા પશુ ખાવા માટે મજબૂર થયા છે. આ નુકસાનકારક જથ્થો આરોગતા પશુઓના સ્વાસ્થ્ય પર અત્યંત ગંભીર અને લાંબા ગાળાની અસરો થઈ શકે છે આ વેસ્ટને ખુલ્લામાં ફેંકવાથી રોગચાળો ફેલાવવાની શક્યતા વધી જાય છે.ત્યારે આ સમગ્ર મામલે જવાબદાર અધિકારી તથા આરોગ્ય વિભાગ દ્વારા પૂરતું ધ્યાન આપવામાં અને હોસ્પિટલ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.











