બનાસકાંઠા: અંબાજીના પાડલિયા ગામમાં જંગલની જમીનને લઇને આદિવાસીઓ અને વન વિભાગ વચ્ચે તણાવ સર્જાયો અને વન વિભાગ જ્યારે પોલીસ સાથે લઈને આદિવાસી લોકોને કાબૂ કરવા ગઈ ત્યારે તેમના પર ટોળા દ્વારા  પથ્થરમારાની ઘટના બની, વન અધિકારીઓ પર પથ્થરમારો કરતા પરિસ્થિતિ વધુ વણસી અને નાસભાગ મચી, વન વિભાગ અને પોલીસના ઘણા કર્મચારીઓ ઘાયલ થયા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા આ ઘટનાને લઈને ગુજરાત સરકારના પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ આ ઘટના મામલે પ્રતિક્રિયા આપી હતી.

અર્જુન મોઢવાડીયાએ શું કહ્યું?

પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ પાડલિયાની ઘટના મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અંબાજી નજીક વન વિભાગ અને પોલીસ વિભાગના કર્મચારીઓ ઉપર હુમલાની જે ઘટના સામે આવી તે દુઃખદ છે. સરકાર દ્વારા આદિવાસીઓ ભાઈઓની કોઈ જમીન મેળવવા પ્રયત્ન કરવામાં આવેલ નથી. માત્ર @GujForestDept દ્વારા સરકારના વિવિધ પ્રકલ્પો અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

વધુમાં તેમણે કહ્યું કે, આ બાબતે તપાસ ચાલુ છે, આ કેસમાં માત્ર જે અસામાજિક તત્વો હશે તેમની સામે જ પગલા લેવાશે, અન્ય કોઈ આદિવાસી ભાઈ-બહેનને કોઈ તકલીફ ન થાય તેની પુરતી તકેદારી રાખવામાં આવશે. જે આદિવાસી ભાઈઓ જે જમીન ખેડે છે, તેમના કામમાં કોઈ અવરોધ ઉત્પન કરવામાં આવશે નહીં.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here