ફિલ્મીજગત: આ દુનિયાની પ્રત્યેક છોકરી એવા સપના સેવે છે કે કોઈ‌ ટૉલ, ડાર્ક ને હેન્ડસમ પૈસાદાર છોકરો એના પ્રેમમાં પાગલ આશિક થઇ જાય ! પણ પછી ખરેખર એવું થઈ જાય તો એ ઘણીવાર બહુ પ્લેઝન્ટ એક્સપિરિન્સ નથી હોતો ! એસ્પેશ્યલી જો એ છોકરી એને રીજેકટ કે સાઈડલાઈન કરીને જીવનમાં આગળ વધવા વ્યક્તિગત વિકાસ કરવાનો નિર્ણય લેવા માંગે, તો તો બિલકુલ નહીં ! આ દુનિયામાં સૌથી સસ્તો કોઈ મજૂર હોય તો એ છે ધર્મપત્ની, એસ્પેશ્યલી ગૃહિણી હોય એ ધર્મપત્ની ! અને ઘણીવાર ત્યાં સુધી પહોંચવા માટે છોકરીએ ઘણા વર્ષો ગર્લફ્રેન્ડ તરીકેનુ ઓડીશન આપવુ પડતું હોય છે‌ ! ઘણી ગર્લફ્રેન્ડો આ આગોતરા જોખમને પારખી શકતી હોય છે, ઘણી નથી પારખી શકતી હોતી ! પરંતુ જે આગોતરા પારખીને પરિસ્થિતિમાંથી સિફતપૂર્વક છટકવા માંગતી હોય છે, તેની સાથે અહમ ગવાયેલો “ફ્રૅજાઇલ મૅલ ચાઈલ્ડ ઈગો” શું કરે છે, એ જાણવા માટે તમારે તેલુગુ ફિલ્મ “ધ ગર્લફ્રેન્ડ” જોવી જોઈએ.

આ ફિલ્મમાં તમને નવી નવી સ્વતંત્રતા મેળવેલી સીધીસાદી છોકરીઓનુ નાર્સિસિસ્ટ યુવકો કેવી રીતે આજ્ઞાકારી પત્ની બનાવવા ગ્રૂમિંગ કરે છે, પ્રેમના નામે કોઅર્સિવ કંટ્રોલ (બળજબરીથી નિયંત્રણ) કેવી રીતે કરવામાં આવે છે, લવબોમ્બિંગ શું કહેવાય, કેમ છોકરીઓ પોતાના પપ્પા જેવા જ હીંસક-વ્યસની-નિગ્લેકટીંગ છોકરાના પ્રેમમાં પડે છે, હૃદયભંગ છોકરાઓ પિયર પ્રેશરમા કેવીરીતે પ્રેમિકાની સાથે અન્યાય-અત્યાચાર કરતા હોય છે, છોકરાઓ કેમ‌ પોતાની મમ્મીને આદર્શ સ્ત્રી કન્સિડર કરે છે, સેકસ માટે અલગ ટાઈપની છોકરી ને પત્ની બનાવવા અલગ ટાઈપની છોકરી પસંદગી પાછળનો મૂળરૂપે તાનાશાહી એટીટ્યુટ, ના ન પચાવી શકવી અને પોતાની ફેલ્યોરને જસ્ટીફાય કરવા માટે કેટલી હદે નિમ્ન સ્તરે ઉતરી જવા જેવી નબળાઈ, પ્રેમિકાના પિતા સાથે મિસબિહેવ, યુવકોના એમના વિકૃત સ્વભાવને જસ્ટીફાય અને પ્રોત્સાહનથી મદદરૂપ થતા અન્ય‌ મિત્રો, આ સીધીસાદી યુવતીને છેવટે મદદરૂપ થતી સમાજની નજરે કથિત સારી ન ગણાતી મોડર્ન યુવતી જેવા ઘણાબધા આસ્પેક્ટ્સ‌ ખૂબ સરસ રીતે ઊપસાવ્યા છે. પ્રેમના નામ ઉપર લુખ્ખાગીરીને પ્રમોટ, એનકરેજ કે જસ્ટિફાય ન કરી શકાય. દુપટ્ટાનુ સિગ્નિફિકન્સ ઉડીને આંખે વળગે છે.

આ ફિલ્મમાં મને થોડા સમય પહેલા જ ઓરિસ્સાની એક કોલેજમાં નેપાળની એક યુવતીએ ભાજપના નેતાના દીકરાના આ પ્રકારના જ ત્રાસના કારણે આત્મહત્યા કરી લીધેલી, એ કિસ્સાના ઘણા અંશ દેખાઈ રહ્યા છે. આ ફિલ્મમાં નવયુવતીઓએ કોઈપણ સંજોગોમાં હિંમત ન હારીને કેવી રીતે જીવનમાં આગળ વધવું જોઈએ, એ સરસ રીતે બતાવ્યું છે. કોલેજના પ્રોફેસરનો રોલ પણ ઘણો સપોર્ટીવ છે.‌ આ પ્રકારની ફિલ્મોમાં છેવટે હારી થાકીને આત્મહત્યા કે અન્ય હોમિસાઇડલ ટેન્ડેન્સી જેવા અંત ટાળીને આશાવાદી ઉદાહરણ આપવુ ઘણુ ગમ્યુ.‌ આવી વધુ મેઈન સ્ટ્રીમ ફિલ્મો બને તો સમાજમાં એનિમલ ને કબીરસિંહની આડઅસરો ચોક્કસ ઘટાડી શકાય. જોઈ નાંખો.

( ફેસબૂક પેજમાંથી )


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here