નાનાપોંઢા: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નવરચિત તાલુકાઓમાંથી 11 તાલુકાઓને ‘વિકાસશીલ તાલુકા’ જાહેર કરાયા છે. આ તાલુકાઓને વિકાસ કામો માટે વાર્ષિક કુલ રૂ. 3 કરોડની ગ્રાન્ટ મળશે, જેમાં વિકાસશીલ તાલુકા યોજના અંતર્ગત રૂ. 2 કરોડ તેમજ આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો (ATVT) યોજના હેઠળ 3. 1 કરોડનો સમાવેશ થાય છે.
DECISION NEWS ને મળેલી જાણકારી મુજબ ગુજરાતના 11 તાલુકા વિકાસશીલ જાહેર હવે દરેકને વિકાસ કાર્ય માટે વર્ષે રૂ. ૩ કરોડ ગ્રાન્ટ મળશે આ તાલુકામાં કદવાલ (જિ. છોટાઉદેપુર) ઉકાઈ (જિ. તાપી) ગોવિંદ ગુરુ લીમડી (જિ. દાહોદ) મુખમર (જિ. દાહોદ) ચીકદા (જિ. નર્મદા) નાનાપોંઢા (જિ.વલસાs) રાહ (જિ. વાવ થરાદ) ધરણીધર (જિ. વાવ થરાદ) ઓગડ (જિ. બનાસકાંઠા) (જિ. બનાસકisi) ગોધર (જિ. મહીસાગર) નો સામવેશ થાય છે.
નવરચિત તાલુકાઓમાંથી 11 તાલુકાઓને પોતાના વહીવટી માળખાકીય આયોજન અને વિકાસના કામોને લઈને આ વાર્ષિક કુલ રૂ. 3 કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે એમ સરકાર દ્વારા નક્કી થયું છે આ ખબરને લઈને લોકોમાં ખુશીનો માહોલ છે.











