વાંસદા: છેલ્લાં કેટલાક સમયથી વાંસદા તાલુકામાં ગેરકાયદેસર રેતી કાપચીનોનો મોટાપાયે વેપલો થઈ રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે છતાં વાંસદા તાલુકાના અધિકારીઓ આંખઆડા કાન કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે વાંસદા તાલુકાના વઘઇ સ્ટેટ હાઇવેને અડીને રેતી કાપચીનો મોટો ડેપો જોવા મળી રહ્યો છે તેમજ ખનીજ માફિયાઓ દ્વારા કપચી કાઢવાનું કર્ષર મશીન મૂકી જાણે કાયદેસરની કોવોરી ઉભી કરી ઉભી કરી દેવામાં આવી હોય જે કોના આશીર્વાદ થી થઈ રહ્યું છે આટલા મોટા પ્રમાણમાં રેતીનો વેપલો થઈ રહ્યો છે જે તપાસનો વિષય છે
આટલા મોટા પ્રમાણમાં રેતી આવી ક્યાંથી રહી છે આ રેતી અને કાપચીની રિયલ્ટી કે પાસ પરમિશન છે કે આ બધું છુપા આશીર્વાદ થકી થઈ રહ્યું છે કે કેમ એ જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસવામાં કેમ નથી આવતું કે પછી આમ જવાબદાર અધિકારીઓની પણ કટકી છે કે કેમ એવા અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે વર્ષોથી ખનીજ ચોરી ચોપડે નોંધાઇ રહી છે છતાં માફિયાઓ બિન્ધાસ્ત પણે રેતીનો વેપલો ગેરકાયદેસર રીતે કરી રહ્યા છે જેમાં બોડેલીથી રેતી લાવી અહીં ઉંચાભાવમાં વેચી ઉંચો નફો કમાઈ રહેલા ખનીજ માફિયાઓ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી દરેક ચેકપોસ્ટ પર દાનદક્ષિણા આપી પોતાના વાહનો કાઢી રહ્યા છે
આ વાહનના ડ્રાયવરના નામ ન આપવાની સરતે જણાવ્યા પ્રમાણે નિયમ પ્રમાણે 22 ટનની કેપિસીટી સામે માલિક 45 ટન ભરાવી ગાડીઓ ઓવરલોડેડ કરતા હોય છે જેમાં ત્યાંથી નીકળતા અહીં સુધીમાં અનેક જગ્યાએ હપ્તા આપવા પડે છે એટલે 22 ટનમાં ન પોસાય જેને લઈ 45 ટન ભરવું પડે છે અને આવા ગેરકાયદેસર ખનીજ માફિયાઓ ઓવરલેડેડ ગાડીઓ ભરી અનેક લોકોના જીવને જોખમ ઉભું થઈ રહ્યું હોવા છતાં માત્ર પોતાનો સ્વાર્થ જોતા હોય છે તેમજ આવા ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતી ભરીલાવી વધઈ રોડ પર ડેપો કરી ત્યાંથી અવરલોડેડ ડંફરો ભરી પુરપાડ ઝડપે દોડાવી રહ્યા છે ગેરકાયદેસર ક્વોરી ઉભી કરી પર્યાવરણને નુકશાન પહોંચાડતા આવા ખનીજ માફિયાઓને જવાબદાર અધિકારીઓએ પાઠ ભણાવવાની જરૂર જણાય રહી છે એવી પ્રજાની માંગ છે











