સેલવાસ: વર્તમાન સમયમાં પણ આપણા આદિવાસી ગામડાની આ સાદી પણ સુંદર છબી જોઈને મન શાંત થઈ જાય છે. ધાનના ઢગલા અહી ઢાંકીને સુરક્ષિત રાખવામાં આવ્યા છે–એ જ મહેનતનું ફળ છે જે આખું વર્ષ ખેડૂતના પરસેવાથી સિંચાયેલું છે.
વાંસની મોટો ટોપલો (ડાલો), માટીના ઘરની છત પર લાકડાં અને તર્પોલનો ઉપયોગ – આ બધું જ સમજદારી અને પ્રકૃતિ સાથેના સંવાદનું પ્રતીક છે. આ જીવનમાં કોઈ બતાવા માટેની ચમક નથી, પણ સાચી સમૃદ્ધિ છે. અહીં દરેક વસ્તુનો ઉપયોગ છે, દરેક અનાજનું મૂલ્ય છે, અને દરેક દિવસ પ્રકૃતિનો આભાર માનવાનો છે. આજના ઝડપી જીવનમાં આવું ગામડું જોવા મળે તો યાદ આવે કે – સાચી ખુશી મોટા મકાનોમાં નહીં, પણ આ સાદગીમાં છે.
આજે દુનિયામાં સૌથી સુખી અને સાચો ધનવાન એ જ છે જેની પાસે પોતાની મહેનતનું અન્ન અને પ્રકૃતિનો સાથ છે. આ આદિવાસી ગ્રામીણ જીવન આપણને શીખવે છે: ઓછામાં વધુ સુખ માણવું, પ્રકૃતિનું સન્માન કરવું અને મહેનતને કદર આપવી.
BY: મુકેશ પટેલ ( સેલવાસ )











