કપરાડા: આજરોજ કપરાડા તાલુકાના આદિવાસી બહુલ ગ્રામ્ય વિસ્તારોને વિકાસની મુખ્ય ધારા સાથે જોડવા ગુજરાત સરકારે મોટું પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના-2025-26 અંતર્ગત આજે કપરાડામાં બે મહત્વના માર્ગોના કામોનો ભૂમિપૂજન તથા ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.
DECISION NEWS ને મળેલી જાણકારી મુજબ પ્રથમ માર્ગ: વારણાં રસ્તાથી ચારણવાડી આદિમજુથ મહોલ્લા સુધીનો રોડ જેનો કુલ અંદાજિત ખર્ચ 210 લાખ રૂપિયા, બીજો માર્ગ: પીપરોણી અંધારપાડા-રાંધા બોર્ડર મુખ્ય રસ્તાથી લીબુંનપાડા આદિમજુથ મહોલ્લા સુધીનો રોડ (કોઝવે સહિત) કુલ અંદાજિત ખર્ચ: ₹ 95 લાખ રૂપિયા, કુલ બે માર્ગોનો અંદાજિત ખર્ચ: ₹ 305 લાખ રૂપિયા છે.
આ માર્ગો બનતાં જ સેંકડો આદિવાસી પરિવારોને હવે બજાર, હોસ્પિટલ, શાળા અને અન્ય સુવિધાઓ સુધી પહોંચવામાં સરળિયામણું થશે. ખાસ કરીને વરસાદની સીઝનમાં અત્યાર સુધી ખૂબ મુશ્કેલી પડતી હતી, જે હવે દૂર થશે. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.











