ખેડા: ખેડા જિલ્લાના ડાકોર પોલીસ સ્ટેશનના કહેવાતા વહીવટદાર PSI એ.એસ.ચૌધરી આકાશ સુરેશભાઈ ચૌધરી સહિત પાંચ સામે એક પરિણીતા દ્વારા અંજાર પોલીસમાં દુષ્કર્મ સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પરિણીતાએ જણાવેલું છે કે ગૌરવ બાબુભાઈ ચૌધરી સાથે તેને મિત્રતા હતી. આ ગૌરવ પરિણીતા ને ફરવાના બહાને પોતાની સાથે લઈ ગયેલ અને રૂમમાં ગૌરવ તથા તેમના પરિચિત આકાશ સુરેશભાઈ ચૌધરી એટલે કે ડાકોર PSI એ.એસ.ચૌધરી બંને જણાએ સાથે મળી અડપલા કર્યા હતા. બાદમાં પરિણીતાને બળજબરી થી તેના કપડાં ઉતરાવીને વીડિયો બનાવી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી વારંવાર પરિણીતાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું.
પરિણીતાને ડાકોરની ઇન્દ્રપ્રસ્થ હોટેલના રૂમમાં રખાયેલી. અંજાર પોલીસે ડાકોરની ઇન્દ્રપ્રસ્થ હોટેલમાં તપાસ કરી રૂમ કોણે બુક કરાવેલ અને તે અંગેના આધાર પુરાવા માંગતા હોટેલના મેનેજરે પોલીસને જણાવેલ કે રૂમ ડાકોરના પીએસઆઈ આકાશ ચૌધરીના કહેવાથી બુક કર્યો હતો.
ફરિયાદી મહિલાએ જેના પર બળાત્કારનો આરોપ કર્યો છે તે યુવક સાથે તે થોડાંક મહિના અગાઉ જતી રહેલ જે અંગે અંજાર પોલીસમાં ગુમ નોંધ પણ રજીસ્ટર્ડ થયેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. PSI એ.એસ.ચૌધરી મુખ્ય આરોપી ગૌરવ ચૌધરીના માસિયાઇ ભાઈ હોવાનું જાણવા મળેલ છે.
મુખ્ય આરોપી ગૌરવે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ને તેની મરજી વિરુદ્ધ વારંવાર શરીર સબંધ રાખ્યો હતો. આરોપી શીતલ આરતી ગોધરા થી અમદાવાદ આવતી વખતે જે ગાડીમાં આવતી હતી તે ગાડી ના ડ્રાઈવરે પરિણીતા ને મારી નાખવાની ધમકી આપેલ. ફરિયાદ દાખલ થતા ડાકોરના આરોપી પીએસઆઈ એ.એસ.ચૌધરી મોબાઇલ સ્વીચ ઓફ કરી દોડતા થઈ ગયા છે.
નોંધવું રહ્યું કે સુપ્રસિદ્ધ ડાકોર ધામમાં મોટાભાગના ગેસ્ટ હાઉસ હોટેલમાં કોઈ પણ આધાર પુરાવા વગર રૂમો આપવામાં આવી રહી છે. જે ભવિષ્યમાં સુરક્ષા માટે પણ જોખમી બની શકે છે. જ્યાં કાયદાના રખેવાળ જ નિયમ કાયદાનો ઉલાળીયો કરી રક્ષક જ ભક્ષક બનતા હોય ત્યારે મહિલાઓની સલામતીની સાથે ડાકોરની અન્ય હોટેલ ગેસ્ટ હાઉસમાં કેવી લાલીયાવાડી ચાલતી હશે જ તે સમજી શકાય છે.વળી, કેટલાય ગેસ્ટ હાઉસ કુટણખાનામાં ફેરવાયા હોવાનું જાગૃત પ્રજા જણાવી રહી છે.











