નવીન: ગાંધીજીના ત્રણ વાંદરાઓ. જેમાં ત્રણેય વાંદરાઓ જે ભાવ દર્શાવે છે તેને શબ્દો માં ઉદાહરણ રૂપે સમજાવ્યું હતું. જેમ કે આંખો પર હાથ રાખનારા વિશે કહ્યું હતું કે ખોટું નાં જોશો ખરાબ નાં જોશો. કાન પર હાથ રાખનારા વિશે કહ્યું હતું કે ખોટું નાં સાંભળશો ગંદુ ખરાબ નાં જોશો. મોં પર હાથ રાખનારા વિશે કહ્યું હતું કે ખોટું નાં બોલશો ખરાબ નાં બોલશો..
પરંતુ હાલ વર્તમાન રાજકારણમાં આ વાંદરાઓ જે ભાવ દર્શાવે છે તેનાથી ઉલ્ટું થઈ રહ્યું છે. જેમ કે આંખો પર હાથ રાખનાર વાદરો એટલે હાઇકોર્ટ સુપ્રીમ કોર્ટ જેમને સત્તાપક્ષની એમનાં મળતિયાઓની ચૂંટણી પંચની તાનાશાહી નથી દેખાતી.. કાન પર હાથ રાખનાર વાદરો એટલે વર્તમાન સત્તાધારી પક્ષ જેમને જે જનતા મોંઘવારી બેરોજગારી પરિક્ષાના પેપરો લીક દારુબંધી બળાત્કારો હત્યાઓ અપહરણો વગેરે જેવા મુદ્દાઓ પર વાતચીતો રજુઆતો કરી રહ્યા છે તે નથી સંભળાતી. મોં પર હાથ રાખનાર વાદરો એટલે મોટાભાગની આ નમાલી કાયર ડરપોક પ્રજા જેમને બીજાનું જે થવું હોય તે થાય (અમારું ઘર તો બળ્યું નથી ને) અપના કામ બનતા ભાડ મેં જાયે જનતા.
હવે આ ત્રણેય વાંદરાઓ ને સત્તા પર બેસાડીને જોઈએ તો વર્તમાન શાસકો પણ દેખાય છે. જેમને જનતા ની પીડા દુઃખ નથી દેખાતી. કે નથી એમની રજુઆતો સાંભળવી. કે નથી ગરીબ જનતા ની પીડા દુઃખ વિશે કશું બોલવું.
BY: અનીલ ચાવડા











