ખેરગામ: આજરોજ ખેરગામના જાણીતાં સામાજિક યુવા આગેવાન ડો.નિરવ ભુલાભાઇ પટેલે ગુજરાત રાજય માનવ અધિકાર આયોગને પત્ર લખી ખેરગામ પોલિસ દ્વારા આચરવામાં અત્યાચાર અને હત્યાના પ્રયાસોના આરોપો સંદર્ભે તત્કાલિન નવસારી જિલ્લા પોલિસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા એક્પક્ષીય અને વ્હાલા દવલાની નીતિ અપનાવી ખોટો તપાસ અહેવાલ માનવ અધિકાર આયોગ સમક્ષ રજુ કરેલ હોવાની રજૂઆત કરેલ છે.
આ બાબતે મીડિયા સાથે વિગતે ચર્ચા કરતા ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યુ હતું કે જે વ્યક્તિ આટલા ઉચ્ચ હોદ્દા પર બેસેલ હોય તેમ છતાં અરજદારો સાથે કેવું વર્તન કરવાનું હોય તેની સમજ નહીં હોય અને એ બાબતે ગુજરાત રાજય માહિતી આયોગ દ્વારા સખત તાકીદ કરવામાં આવતી હોય તેમજ અપીલની સુનવણી દરમ્યાન પોતાને જજ અને પોતાની ઓફિસને કોર્ટ કહેતો હોય પણ સામે જજ હોવાના પુરાવા માંગવા પર કોઈ પુરાવા ઉપલબ્ધ નહીં હોય તેમજ પોતાના વિરુદ્ધ થયેલ આક્ષેપોની તપાસ પોતાનાથી જુનિયર અધિકારી DYSP એસ.કે.રાયને સોંપતા હોય અને તપાસ પણ એવી કે જેમાં ફરિયાદ જેમની સામે હોય એવા SP સુશીલભાઈ અગ્રવાલનું નિવેદન પણ નહીં લેવામાં આવે તેમજ તપાસનો અહેવાલ પણ સુશીલભાઈ અગ્રવાલ પોતાની જાતને સુપરત કરાવડાવી પોતાને નિર્દોષ સાબિત કરી દેતા હોય એમની પાસેથી નિષ્પક્ષ અને નિષ્કપટ વર્તનની અપેક્ષા કેવી રીતે રાખી શકાય ? અમો અરજદારે ગતવર્ષે 30/08/2024 ના રોજ નવસારી જિલ્લાના ખેરગામ પોલિસ સ્ટેશનના તત્કાલિન PSI એમ.બી.ગામિત અને અનાર્મ ASI હિતેશભાઈ નટુભાઈ પટેલ બ.ન. 857 અને અનાર્મ હેડ કોન્સ્ટેબલ સતીષભાઈ અર્જુનભાઈ બ.ન. 967 વિરુદ્ધ બે અલગ અલગ બનાવોમાં મારા માનવ અધિકારોનો ખુલ્લેઆમ ભંગ કરી આડકતરી રીતે મારી હત્યા કરવાના પ્રયાસો કરવામાં આવેલ હતો
જે બાબતે અમો અરજદારે ગુજરાત રાજય માનવ અધિકાર આયોગ સમક્ષ પુરાવાઓ સહિત કરેલ રજૂઆતો પરત્વે કોઈ સંગીન કાર્યવાહી થઇ નથી અને એ બાબતના તપાસ અહેવાલ સામે ડો.નિરવ પટેલે ખુલ્લો વિરોધ નોંધાવીને આ અહેવાલને તપાસને નામે માત્ર તરકટ ગણાવ્યું હતું અને એટલા માટે જ લાંબા સમયથી અમને અહેવાલ મેળવવાથી વંચિત રાખવામાં આવેલ હતાં, ત્યારબાદ નામદાર સુપ્રીમ કોર્ટનાં પ્રથમ ફરિયાદમાં તો SP સુશીલભાઈ અગ્રવાલે સત્તાના મદમાં બેફામ બનીને તમે લોકો અમારા વિરુદ્ધ ગમે તેટલી ફરિયાદો કરશો, કોઈ મારું કઈ તોડી નથી લેવાના પ્રકારનો વાણીવિલાસ કરી સર્વગ્રાહી અહેવાલ મોકલવાના આપના આદેશનું પાલન કરવાને બદલે જેના વિરુદ્ધ અમો અરજદારે અમોની હત્યા કરવાના પ્રયાસો કરેલ એવા વ્યક્તિને જ પૂછીને જ એકપક્ષીય સેટિંગ.કોમ વાળો અહેવાલ આપને મોકલી આપેલ જેમાં અમો અરજદારનું નિવેદન લેવાની કે શુ પુરાવા છે તેની તસ્દી સુધ્ધા લીધેલ નહીં.
મતલબ IPS થઇ ગયા એટલે પોતે કાયદાથી ઉપર અને ગુજરાત રાજય માનવ અધિકાર આયોગનો પણ એમને કોઈ ડર નથી. ત્યારબાદ કોઈ કાર્યવાહી નહીં થવાથી બેફામ બનેલા આજ PSI એમ.બી.ગામિતે અમે કરેલી ફરિયાદ પર નિવેદન લેવાને બહાને પોતાના મળતીયા ASI હિતેશભાઇ પટેલ પાસે ફોન કરીને તદ્દન ખોટી રીતે બોલાવી જૂઠી BNS 126,170 લગાવીને પોલિસ કસ્ટડીમાં મૃત્યુ થાય એ માટે ઇમરજન્સી સારવારમાં બદઇરાદે વિલંબ કરાવી અસહ્ય યાતના આપેલ. બંને પ્રસંગના તમામ ખુલાસાઓ આપશ્રીને રવાના કરી ચુક્યો છું તેમ છતાં 10 મહિના જેટલો સમય થવા છતાં આપના તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી જે બાબત દિલ દુભાવનાર છે.
નવસારી પોલિસના કેટલાંક તત્વોએ ખોટા કામોમાં ભૂતપૂર્વ SP સુશીલભાઈ અગ્રવાલના ચાર હાથવાળા અભૂતપૂર્વ સહયોગને લીધે હંમેશા અમોને ખરાબ સાબિત કરવા અમોને ફસાવવા માટે કરવામાં 4 કેસોનો જ સહારો લઈને એક ખૂંખાર આરોપી અને પોલિસ વિરોધી, સિસ્ટમ વિરોધી ચીતરવાની કોઈ કસર બાકી રાખી નથી પરંતુ રસપ્રદ વાત એ છે કે વર્ષ 2022 માં વાંસદા ધારાસભ્ય અનંતભાઈ પટેલ પર અસામાજિક તત્વોએ કરેલા જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ધારાસભ્યને તબિબ તરીકે સારવાર કરવા જવાનાં પ્રસંગમાં અમારી લોકપ્રિયતાની અકળામણ રાખી 1 જ મેટરની જૂઠી વાર્તાઓ રચી 3 કેસ બનાવી અને પોલિસ સાથે સેટિંગથી એક અઠવાડિયામાં બસ ચોરી, બે વાર હત્યાના પ્રયાસો કરનાર આરોપીની ધરપકડની માંગ કરવા પર પોલિસે બદઇરાદે ધરપકડ નહીં કરતા વ્યક્તિનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયેલ હતું તેમાં પોતાની બેદરકારી અને સેટિંગનો દોષ અમારા માથે થોપી દઇ 4 કેસો કરેલ છે જેમાંથી એકમા પણ અમને ગુનેગાર સાબિત કરી શકેલ નથી અને સામે અમોએ અમોની હત્યાનો પ્રયાસ કરનાર PSI એમ.બી.ગામિતને ખોટા કૃત્યો સામે લડત આપી રજૂઆતો કરતા આપની સમકક્ષ અર્ધન્યાયિક નામદાર ગુજરાત રાજય માહિતી આયોગે 5000 રૂપિયાનો દંડ ફટકારેલ છે અને SP સુશીલભાઈ અગ્રવાલ જેઓ અહંમ બ્રહ્માસ્મિના મિથ્યાભીમાનથી પીડાયને અમારું કોઈ કઈ તોડી નહીં લે એવા વાણીવિલાસ કરવામાં પાવરધા છે અને એવા માનસિક વ્હેમથી પીડાય રહ્યા છે તેમને પણ નામદાર ગુજરાત રાજય માહિતી આયોગ દ્વારા અરજદારો સાથે ખરાબ વર્તન નહીં કરવાની સખત શબ્દોમાં કડક તાકીદ કરવામાં આવેલ છે.
SP સુશીલભાઈ અગ્રવાલની કામગીરી એટલી જોરદાર નિષ્પક્ષ કે પોતાના પર લાગેલ આક્ષેપોની તપાસ પોતાનાથી જુનિયર DYSP અને PI પાસે કરાવે અને તેમાં એનું નિવેદન પણ નથી હોતું અને એ તપાસ અહેવાલ પોતાને જ સુપરત કરાવે અને એટલી જ બેશરમીથી પોતે જ પોતાની જાતને નિર્દોષ સાબિત કરી દે.એ વ્યક્તિ પાસે નિષ્પક્ષ તપાસ અહેવાલની અપેક્ષા કોણ રાખી શકે !
હાલમાં આ કેસમાં વાત કરું તો અમો અરજદારે ઇમેઇલના માધ્યમથી કરેલ ઓનલાઇન ફરિયાદની તપાસ જેનો તપાસ અહેવાલ ક્રમાંક અરજી/તપાસ અહેવાલ/2422/2025 અને તારિખ 01/07/2025 છે જે અમો અરજદારથી બદઇરાદે લાંબો સમય છુપાવી રાખવામાં આવેલ પરંતુ RTIની પ્રથમ અપીલમાં નામદાર સુપ્રીમ કોર્ટનાં ચુકાદાઓ ટાંકી ધારદાર દલીલો કરતા પ્રથમ અપીલ અધિકારીએ અહેવાલ આપવા પડેલ જેમાં તપાસ અધિકારીની તપાસ એટલી હદે એકપક્ષીય હતી કે મમવ અધિકાર આયોગને કરેલ ફરિયાદમાં અમારો મુખ્ય આક્ષેપ હતો કે “PSI એમ.બી.ગામિત દ્વારા નામદાર ખેરગામ કોર્ટે મૌખિક આદેશમાં અમો અરજદારની સારવાર કરાવી સોય કઢાવ્યા બાદ જમાડી અને દવા પીવડાવ્યા બાદ જ્યુડીસીયલ કસ્ટડી નવસારી ખાતે મૂકી આવવા જણાવેલ તેમ છતા PSI એમ.બી.ગામિતે પોતાના હેડ કોન્સ્ટેબલ સતિષભાઈને આદેશ આપીને મારી કોઈપણ પ્રકારની સારવાર નહીં કરવા દઈ હાથમા રહેલ ઇમરજન્સી સારવાર માટેની સોય કઢાવવા નહીં દઈ મારુ મૃત્યુ થાય એવા સંજોગો ઉભા કરેલ.”તેની તપાસમાં અમો અરજદારને મુકવા આવનાર હેડ કોન્સ્ટેબલ સતિષભાઇએ 24/06/2025 ના પોતાના નિવેદનમાં સ્પષ્ટ જણાવેલ છે કે ડો. નિરવ પટેલે સોય કાઢવા જણાવેલ જયારે PSI એમ.બી.ગામિત જુઠાણું ચલાવેલ કે ડો.નિરવ પટેલે અમને કે અમારા સ્ટાફ કોઈને સોય કાઢવા બાબતે રજૂઆત કરેલ ન હતી અને એ જ જુઠાણું તપાસ અધિકારીએ આંખ મીંચીને માની લીધેલ અને અમારા કોઈપણ સાક્ષીઓ પુરાવાઓ ધ્યાને લીધા વગર અરજી દફ્તરે કરી દિધેલ.પણ કુદરતની અદાલતમાં જૂઠું બહુ લાંબું ચાલે નહીં એટલે PSI એમ.બી.ગામિત અને તપાસ અધિકારી લેખિતમાં જુઠા સાબિત થઇ ગયા.
ગુજરાત રાજય માનવ અધિકારના આંકડાઓ સૂચવે છે કે છેલ્લા 8 વર્ષોમાં 4500 કરતા વધુ ફરિયાદો ખોટું કામ કરતા પોલિસદાદાઓ વિરુદ્ધ આવેલ છે અને ગુંડાઓ વિરુદ્ધ એનાથી ત્રીજા ભાગની.અમે અમારી સાથે થયેલ અન્યાય વિરુદ્ધ છેક સુધી લડીને કાયદાકીય રીતે ન્યાય મેળવ્યા વગર જંપીશું નહીં એ અમારો દ્રઢ નિર્ધાર છે.











