ભરૂચ: આમોદ તાલુકાના કાકરિયા ગામમાં અસામાજિક તત્ત્વોએ કૃરતાની હદ વટાવી છે.  દેવું કરી, દિવસ-રાતની મહેનત અને પરસેવાથી આદિવાસી ખેડૂત પુત્રોએ તૈયાર કરેલો કપાસનો ઊભો પાક રાતોરાત કાપી નાખવામાં આવતાં સમગ્ર પંથકમાં લોકઆક્રોશ ફાટી નીકળ્યો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ પાક નષ્ટ થતાં જ ખેડૂત મંગળભાઈ વસાવા અને તેમના પત્ની કૈલાશબેન ખેતરની વચ્ચે જ ધરાશાયી થઈને રડી પડયા હતા. ખેડૂત પરિવારના જીવનનો આધાર છીનવાઈ જવાનું આ દ્રશ્ય જોઈને ગામલોકોની આખો પણ ભીની થઈ ગઈ હતી.

આ ખેડૂત દંપતી મંગળભાઈ વસાવા અને કૈલાશબેન વસાવાએ અત્યંત ગંભીર આક્ષેપ કરતાં કહ્યું કે આ કાયરતાપૂર્ણ હુમલો સ્થાનિક બુટલેગર રાવજીભાઈ સોમાભાઈના ઈશારે તેમના માણસોએ કર્યો છે આખું કપાસનું વાવેતર કાપી નાખ્યું છે.