વલસાડ: ‘શ્રી સારનેશ્વર ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ’ નામની વલસાડ જિલ્લામાં આવેલ સંસ્થા ડૂબી જતાં તેના 5000 રોકાણકારોના કરોડો રૂપિયા સ્વાહા થઈ ગયાની બાઇક તેમની ઊઘ હરામ થઈ રહ્યાનો કિસ્સો સામે આવ્યો છે.
આ કૌભાંડને લઈને અસરગ્રસ્ત એજન્ટો દ્વારા આજે વલસાડ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું એજન્ટોએ પ્રેસને આપેલી જાણકારી મુજબ આ સોસાયટી ભારત સરકારના કૃષિ મંત્રાલય હેઠળ 2012માં રજિસ્ટર્ડ (રજિસ્ટ્રેશન નં. 573) હતી. પણ 27 નવેમ્બર 2024ના રોજ કંપની અચાનક બંધ કરી દેવામાં આવી છે, કંપનીના સીએમડી સમીર અગ્રવાલ હાલ દુબઈમાં છે અને અહીં ઓફિસોને તાળાં મારી દેવાયા છે. વલસાડમાં લગભગ 5,000 જેટલા લોકોના પૈસા આ સોસાયટીમાં ફસાયા હોવાનો અંદાજ છે.
આ સંસ્થાની ઓફિસની વાત કરવામાં આવે તો હેડ ઓફિસ ઉદવાડામાં બિઝનેસ પોઈન્ટ ખાતે, વાપીમાં ચણવઈ પેટ્રોલ પંપ ચાર રસ્તા પાસે અમીધારા કોમ્પ્લેક્સ, ડુંગરામાં આસ્થા હાઈટ બિલ્ડિંગ અને ભિલાડમાં પણ ઓફિસો હોવાનું જાણવા મળ્યું છે પણ હાલમાં બધુ જગ્યાએ તાળાં લાગેલા છે. આ સમગ્ર કૌભાંડની નિષ્પક્ષ તપાસની માંગ હાલમાં ઉગ્ર બનેલું દેખાય છે. રોકાણકારો CBI અને ED ની તપાસની માંગણી કરી રહ્યા છે
(નોંધ: આ કૌભાંડ વિષે તાજા અપડેટ વિષે જોડાયેલા રહજો DECISIN NEWS સાથે..)











