ઉમરગામ: ગતરોજ AAP દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલી 2 GIDC માં સ્થાનિકો લોકોને પહેલા સ્થાને રોજગારી આપવાની માંગ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

ધારાસભ્ય ચૈતર વસાવાના જણાવ્યા અનુસાર સરીગામ જીઆઇડીસી માટે જમીનો આપનાર લોકોને 85% લોકોને હજુ સરકારે વાયદા પ્રમાણે નોકરી આપી નથી, 85 ટકા જગ્યાઓમાં સ્થાનિક લોકોની નોકરી મળી નથી અને જે 15% લોકોને મળી છે એ લોકોને કાયમી કરવામાં આવતા નથી જીઆઇડીસીમાં કામ કરનાર સ્થાનિક આદિવાસી લોકોને 12 કલાક સુધી કામ કરાવવામાં આવે છે, પીએફ મળતું નથી, ઓવર ટાઈમના પૈસા મળતા નથી, આવી અનેક રીતે એ લોકોનું શોષણ કરવામાં આવે છે.

આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે સરકાર મિનિમમ ભથ્થાનું પરિપત્ર બહાર પાડે છે પરંતુ કંપનીના માલિકો સરકારનું કહ્યું માનતા નથી, જો સરકારના પરિપત્રનું પાલન આ કંપનીઓ નહીં કરે તો આ તમામ કંપનીઓ પર જનતા રેડ કરવામાં આવશે. ત્રણ ચાર પેઢીથી વસવાટ કરનાર મૂળ માલિકો ઘર વેરો, વીજળી વેરો, પાણી વેરો ભરે છે, છતાં તેમને નોટિસ આપવામાં આવી,બહારના લોકોએ જે જમીનો પચાવી પાડી છે, એ લોકોને શા માટે નોટિસો આપવામાં આવતી નથી ? આદિવાસી લોકોના વોટથી ચૂંટાયેલા નેતાઓ ચાવીથી ચાલતા રમકડા બનવાનું બંધ કરે, જો તમે અમારા ઘરમાં પર બુલડોઝર ચલાવવાની વાત કરશો તો અમે બિસ્તરા પોટલા લઈને તમારા ઘરે આવીશું


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here