વલસાડ: તીઘરા ગામના આગેવાન મુકેશ પટેલ દ્વારા ધનોરી ગામની જર્જરિત આંગણવાડી 5 વર્ષથી રીપેરીંગ નહીં થતાં વલસાડ કલેકટર અને વલસાડ તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરતા ઉશ્કેરાયેલા ધનોરી ગામના સરપંચપતિ ચિરાગ પટેલ મુકેશ પટેલના ઘરે ધસી આવી ગાળાગાળી અને મારામારી કરવાની કોશિષ કરવાનો કિસ્સો બન્યો હતો ત્યારે આજે વલસાડના ધનોરી ગામના સરપંચપતિ ચિરાગ પટેલ દ્વારા માફી માંગી લેતા આંગણવાડી ધમકી પ્રકરણનો વિવાદ સમેટાયો હોવાનું જાણવા મળ્યું છે.

DECISION NEWS ને પ્રાપ્ત થયેલી વિગતો મુજબ તીઘરા ગામના આગેવાન મુકેશ પટેલ દ્વારા ધનોરી ગામની જર્જરિત આંગણવાડી 5 વર્ષથી રીપેરીંગ નહીં થતાં વલસાડ કલેકટર અને વલસાડ તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરતા ઉશ્કેરાયેલા ધનોરી ગામના સરપંચપતિ ચિરાગ પટેલ મુકેશ પટેલના ઘરે ધસી આવી ગાળાગાળી અને મારામારી કરવાની કોશિષ કરતા મુકેશ પટેલે ડુંગરી પોલિસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ હતી જેમાં ઘણા દિવસથી કોઈ યોગ્ય કાર્યવાહી નહીં થતાં મુકેશ પટેલ પોતાના મિત્રો સાથે ડુંગરી પોલિસ સ્ટેશન પહોંચી ખુલાસો માંગતા પોલિસ દ્વારા ધનોરી ગામના સરપંચપતિ ચિરાગ પટેલને બોલાવી કાયદાકીય કાર્યવાહી શરૂ કરતા ચિરાગ પટેલે મુકેશ પટેલ અને સવિતા પટેલ પાસે આદિવાસી સમાજના આગેવાનો સમક્ષ પોતાના ગેરવર્તન બાબતે બિનશરતી લેખિતમાં અને વીડિયોમાં માફી માંગતા તેમજ ભવિષ્યમાં કયારેય પણ આવું કૃત્ય નહીં કરવાની તેમજ ગામના સેવાકાર્યોમાં ક્યારેય વિદનો નહીં ઉત્પન્ન કરવાની બાંહેધારી આપતા મુકેશ પટેલ અને સવિતા પટેલે મોટું મન રાખી માફ કરી દેતા વિવાદ સમેટાયો હતો.

આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં મુકેશ પટેલે જણાવ્યું હતું કે અમે કોઈપણ અમને ધાક ધમકી કે અન્ય કોઈપણ પ્રકારનું ગેરવર્તન ચલાવી લેતા નથી,અમે માત્ર સેવાના સારા કાર્યો કરતા આવેલ તેના લીધે કેટલાંક વિઘ્નસંતોષી લોકો હાલમાં સતત વધી રહેલ લોકપ્રિયતા પચાવી નથી શકતા તેના લીધે સરપંચપતિ ચિરાગ પટેલને ચડવણી કરી હાથો બનાવી અમને ડરાવવા તેમજ અમારા સેવાકાર્યોથી વિચલિત કરવા તેમજ ભ્રસ્ટાચારીઓના રસ્તાઓમાં રોડા બનતા અટકાવવા માટે જ આ કૃત્ય કરાવડાવેલ હતું પરંતુ ચિરાગભાઈને પોતાની ભૂલનો અહેસાસ થતાં ડો.નિરવભાઈ,પત્રકારો સહિતના સામાજિક આગેવાનો તેમજ તીઘરા-ધનોરી ગામના સ્વજનો દ્વારા સરપંચપતિએ ભુલનો એકરાર કરી લીધેલ હોય અને ભવિષ્યમાં સાથે રહીને સત્કાર્યો કરવાની બાંહેધારી આપેલ હોય કાયદાકીય કાર્યવાહી નહીં કરવાની સલાહ આપતાં અમોએ ચિરાગ પટેલને માફ કરી દઈને કાર્યવાહી સ્થગિત કરેલ છે. આ બાબતે તકલીફના સમયે સાથસહકાર આપનાર તમામ મિત્રો અને સામાજિક આગેવાનો અને પત્રકાર મિત્રો તેમજ કાયદાકીય રાહે ચાલનાર પોલીસનો આભાર માનુ છું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here