ડેડીયાપાડા: ડેડીયાપાડા તાલુકાના અરેઠી ગામમાં અમરસીંગ કાલીયા (પિતા) અને પુત્રના મકાનના આગ ફાટી નીકળ્યાની ઘટના બનવા પામી હતી ત્યારે આ આગની ઘટનામાં નિરાધાર બનેલાં પરિવારોને 51 હજારની આર્થિક સહાય કરવામાં આવી છે.
DECISION NEWS ને મળેલી જાણકારી પ્રમાણે આ આગની ઘટનામાં ત્રણ પશુના મોત થયાં હતાં. આગે બાજુમાં આવેલાં તેના પુત્રના મકાનને પણ ચપેટમાં લીધું હતું. જોતજોતામાં પિતા અને પુત્રના ઘર ભસ્મીભૂત બની જતાં બે પરિવાર નિરાધાર બની ગયાં હતાં.
ઘટનાની જાણ થતાં આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા, વર્ષા વસાવા તથા આમ આદમી પાર્ટીના આગેવાનો રાજેન્દ્ર વસાવા, જગદીશ વસાવા, અનિરુદ્ધ વસાવા, સરપંચ રામસીંગભાઇ, સરપંચ નિલેશભાઈ, ગુલામભાઈ સહીતના આગેવાનોએ પીડિત પરિવારજનો સાથે મુલાકાત લીધી અને તેમની વ્યથા સાંભળી હતી. તેમણે પીડિત પરિવારને તાત્કાલિક 51 હજારની આર્થિક સહાય આપી હતી. સાથે જ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય મળે તે માટે તંત્રને રજૂઆત કરવાની ખાતરી આપી હતી.











