મુંબઈ: આ એક યુગનો અંત છે એક મોટો મેગાસ્ટાર જે ઇન્ડિયન સિનેમાના એક અસલી લિજેન્ડ હતા એવા ધરમપાજી એટલે કે ધર્મેન્દ્રનું નિધન થયું છે તેઓ આ ફાની દુનિયાને છોડી ચાલ્યા ગયા છે, સની દેઓલે તેમને મુખાગ્નિ આપી છે અને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા બોલિવૂડના દિગ્ગજ કલાકારો પોહ્ચ્યા હોવાના વિડીયો વાયરલ થઇ રહ્યા છે.
ન્યૂઝ એજન્સી IANSના સમાચાર અનુસાર, ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર મુંબઇના વિલે પાર્લે સ્મશાન બોલીવૂડના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રનું નિધન થયું છે. ઘાટ પર કરવામાં આવ્યા છે. મોટા પુત્ર સની દેઓલે મુખાગ્નિ આપી છે. હી-મેનના નામથી જાણીતા એક્ટરના નિધનથી આખા દેશમાં શોકની લહેર છે. ધર્મેન્દ્ર લાંબા સમયથી બીમાર હતા.
ન્યૂઝ એજન્સી IANSના સમાચાર અનુસાર, ધર્મેન્દ્રનું નિધન થયું છે. ધર્મેન્દ્રની 65 વર્ષની લાંબી કારકિર્દી રહી છે. ધર્મેન્દ્રએ 1960માં ફિલ્મ “દિલ ભી તેરા હમ ભી તેરે” થી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ 1961ની ફિલ્મ “બોય ફ્રેન્ડ”માં સહાયક ભૂમિકામાં જોવા મળ્યા હતા. અસંખ્ય હિટ, સુપરહિટ અને બ્લોકબસ્ટર આપીને ધર્મેન્દ્ર 65 વર્ષ સુધી અભિનયમાં સક્રિય રહ્યા. તેમણે શોલે (1975), ચુપકે ચુપકે (1975), સીતા ઔર ગીતા (1972), ધરમવીર (1977), ફૂલ ઔર પથ્થર (1966), જુગનુ (1973) અને યાદો કી બારાત (1973) જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે.











