વલસાડ: યુથલીડર ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને એમના એમડી પત્નિ ડો.દિવ્યાંગી પટેલ દ્વારા નિદિવ અને નિદિવાના જન્મ નિમિત્તે નિદુ-દિવાનું મામેરું યોજના હેઠળ માતા-પિતા વગરની નાનકડી બાળાઓના મામાં-મામી બની મામેરું ભરવાની વિચારણા હાથ ધરી હતી.
DECISION NEWS ને મળેલી માહિતી મુજબ હાલમાં જ વલસાડ તાલુકાના છેવાડાના ગામની દિકરીને ભણતર માટે આર્થિક સહાય અને કપડાં લતા પુરા પાડવામાં આવ્યા છે. જે બદલ આભારની લાગણીઓ દીકરીએ આંખોના આંસુઓ દ્વારા વ્યક્ત કરી હતી તેમજ ભણતર પૂર્ણ થયા બાદ તબિબ દંપત્તિએ નોકરી માટે અને લગ્ન માટે પોતાનાથી બનતી સહાય આપવાનું વચન આપ્યું હતું.
આ બાબતે ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યુ હતું કે આવી જ રીતે માબાપ વગરની નાનકડી દિકરા-દીકરીઓ છે અમારાથી બનતી સહાય પૂરી પડવાનો અમારો સંનિષ્ઠ પ્રયાસ આજીવન રહેશે અને એ માટે કુદરત સતત ક્ષમતા આપતું રહે એવી અમારી માં પ્રકૃતિને આજીવન પ્રાર્થના રહેશે.











