પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

નેત્રંગ: ગતરોજ નેત્રંગ તાલુકામાં આવેલ કોલિયાપાડા ગામમાં એક 10 વર્ષનું બાળક ખેતરની બાજુમાં રમી રહ્યું હતું ત્યારે એક દીપડાએ તેના પર હુમલો કરી ખેચી જઈ ફાડી ખાધા હોવાનો એક દુઃખદ અને હૃદય કંપાવનારો બનાવ સામે આવ્યો છે.

Decision News મળેલી જાણકરી મુજબ આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ભય અને શોકની લાગણી પ્રસરી ગઈ હોવાનું લોકો કહી રહ્યા છે. બપોરના 12 વાગ્યાના સમયગાળામાં રીતીક વસાવા નામનું બાળક ખેતરની બાજુમાં રમી રહ્યું હતું ત્યારે અચાનક દીપડો ત્યાં આવી ગયો અને બાળકને ગળામાં પકડીને જંગલ તરફ ખેંચી જવા લાગ્યો પણબાળકની માતા અને અન્ય લોકોની નજર દીપડા પર પડી જતા બુમાબુમ કરી દીપડાની પાછળ દોડ્યા હતા. ગભરાયેલા દીપડાએ બાળકને છોડી દઈ જંગલ તરફ નાસી છૂટયો હતો, પણ દીપડાના હુમલાથી બાળકને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી, તાત્કાલિક બાળકને સારવાર માટે રાજપીપળાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું પણ ત્યાં  ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી દીધું હતું.

આ દુર્ઘટનાના સમાચાર મળતા જ ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા મૃતક બાળકના પરિવારની મુલાકાત લેવા હોસ્પિટલ પહોંચ્યા હતા. હાલમાં આ ઘટના બાદ વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here