સુરત: આજરોજ સુરત ખાતે આવેલ ગોપીકિશન પોલી પ્લાસ્ટ પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં સીકયુરીટી હેડ તરીકે ફરજ બજાવતા અઝહરૂદિન નાઝીમુહિન ઈસામુદ્દિન સૈયદે આજે આદિવાસી લોકોને ન્યાય અપાવવાને લઈને તોડ કરનાર મનિષ શેઠ પર પોલીસ ફરિયાદ કરી છે એ વાજબી છે આ તોડ કરનાર મનિષ શેઠ અનેક ગુનામાં સંડોવાયેલો વ્યક્તિ હોવાનું વલસાડના સાંસદ ધવલ પટલ કહી રહ્યા છે. આ વ્યક્તિ આદિવાસીઓના નામે તોડ કરી લીલાલેર કરતો હોય છે.

ફરીયાદી અઝહરૂદિન ફરિયાદમાં જણાવે છે કે હું છેલ્લા બે વર્ષથી મીજે કરેજ ગામ, ગોપીકિશન પોલી પ્લાસ્ટ પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં સીક્યુરીટી હેડ તરીકે નોકરી કરૂ છું. મારી ફરજમાં કંપનીમાં સીક્યુરીટી રાખવાની છે. મારી ફરજનો સમય સવારના નવ વાગેથી સાંજના પાંચ વાગે સુધીનો છે અને મહિનામાં ત્રણ ચાર વખત નાઇટમાં રાઉન્ડ કરૂ છું. 14/10/2025 ના સેજ સવારના નવેક વાગેના સુમારે હું મારી ફરજ ઉપર ગોપીકિશન પોલી પ્લાસ્ટ પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં આવેલ અને મારી ફરજ ઉપર હાજર હતો તે વખતે સવારના 11 વાગ્યેના સુમારે કિમ ચાર રસ્તા ભાગ્યોદય હોટલમાં જમવા માટે ગયેલો અને જમીને પરત બપોરના આશરે બે વાગેના સુમારે મારી કંપનીમાં આવેલ ત્યારે અમારી કંપનીના જનરલ મેનેજર ભાવિનભાઈ સુરેશભાઇ કુંડલીયા નાએ મને જણાવેલ કે “બપોરના આશરે 12 વાગેના સુમારે મનીષભાઇ શેઠ રહે. અરેઠ ગામ તા.માંડવી જી-સુરત નાનો ચાર પાંચ ઇસમો તથા કંપનીના મજુરો સાથે આપણી ગોપીકિશન પોલી પ્લાસ્ટ પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં આવી મને જણાવેલ કે, તમારી કંપનીના માણસોને જો તમે બોનસ નહીં આપશો તો હડતાલ ઉપર ઉતરી જશે. અને પછી કોઈ બબાલ થાય તો મને નહી કહેતા કે આવું થયું, મારા પાસે બીજા પણ બહુ કાયદા છે. હું તમારી કંપની પણ બંધ કરાવી શકુ છું. સાંજ સુધી તમે મને તમારો નિર્ણય જણાવો, તેવુ જણાવીને ગયેલો છે. તેવું મને મેનેજર ભાવિનભાઇ નાએ જણાવતા આ બાબત મને જાણવા મળેલ.

ત્યારબાદ મને 16/10/2025 ના રોજ સવારના અંગીયારેક વાગેના સુમારે મનીષભાઇ શેઠ રહે. અરેઠ ગામ તા.માંડવી જી.સુરત નાએ તેના મોબાઇલ નં. 8488037781 ઉપરથી મારા ઉપરોક્ત મોબાઇલ નંબર ઉપર ફોન કરીને જણાવેલ કે, તમે તમારી કંપનીના માણસોને બોનસ આપવાનું નક્કી કરી દીધું, પણ હવે મારૂ શુ? તેમ જણાવતા, મેં તેને જણાવેલ કે, મારા સાહેબને પુછીને તમને જવાબ આપુ મે બી એક નોકર છું. તેમ જણાવતા, આ મનીષભાઇ રશેઠે મને જણાવેલ કે, કંઇ ની તમે વાત કરીને મને જણાવો, ની તો પછી મારા હિસાબથી હું જોઇ લઇશ, તેમ જણાવેલ ત્યારબાદ તા.૧૮/૧૦/૨૦૨૫ ના રોજ આ મનીષ શેઠ મને ફોન કરી કોસંબા ખાતે મળવા માટે આવેલા અને અમો કોસંબા જકાતનાકા પાસે મળેલા ત્યારે તેણે મારી પાસે કામદારોને હડતાળ ઉપર નહી ઉતરવા દેવા માટેના રૂ. 20,000/- ની માંગણી કરતા મે મારા શેઠ મનોજભાઇ અગ્રવાલનાઓને મોબાઇલ ફોન કરી જણાવતા તેઓએ મને રૂ. ૫૦૦૦/- આપવા માટે જણાવતા મે તેને રૂ. 5000/- રોકડા આપેલા ત્યારે તેણે મને જણાવેલ કે તમે મને શું સમજો છો આ રીતે નહી ચાલે આ રૂ. 5000/- પાછા લઈ લો એ તો હું મારી રીતે કંપનીને આંટીમાં લઇ લેવા તેવી ધમકી આપતા મે તેને કહેલ કે, તમે રૂ. 5000/- હમણા લઇ લો કાલે હુ તમને બીજા રૂ. 5000/-આપી દેવા તેમ કહેતા તેણે રૂ. 5000/- રાખી લીધેલા અને જતો રહેલ ત્યારબાદ બીજા દિવસે 19/10/2025 ના રોજ તેણે મને બપોરે આશરે બે વાગ્યે મને મોબાઇલ ફોન કરેલો અને જણાવેલ કે, કાલની વાતનું શું થયું તેમ કહેતા મે તેને જણાવેલ કે તમને હુ ગુગલ પે કરૂ છુ તમે મને મોબાઇલ નંબર મોકલો તેમ કહેતા તેણે મને મો.નં. 7203082180 નો વોટસએપથી મોબાઇલ નંબર મોકલાવેલ. જેથી મે મારા બેન્ક ઓફ બરોડા, ખરચ શાખાના એકાઉન્ટમાંથી રૂ. 5000/- તેને મોકલાવેલ જે મેં તેણે આપેલ મો.નં. 7203082180 ઉપર ટ્રાન્સફર કરેલા. ત્યારબાદ પણ તેણે તા. 22 /10/2025 સુધીમાં અવાર નવાર મને ફોન કરી તથા રૂબરૂમાં જથો મળે ત્યાં મારી પાસે બીજા રૂ. 10,000/- ની માંગણી ચાલુ રાખેલ. પરંતુ મને મારા શેઠે બીજા રૂ. 10,000 /- તેને આપવા માટે ના પાડેલ હોવાથી મે તેને બીજા રૂ. 10,000/- આપેલા નહિ..

જેથી આ મનિષભાઇ જોઠ કરંજ, તડકેશ્વર, કોસંબા, માંગરોળ વિસ્તારમાં આવેલ કંપનીઓમાં જઇ જુદા જુદા મુદ્દાઓ સબબ મજુરો અને કારીગરોને ઉશ્કેરી વિડીયો બનાવી સોશ્યલ મીડીયામાં મુકી કંપની ફેક્ટરીના માલીકોને એનકેન પ્રકારે હેરાન કરી દબાણ ઉભું કરી ખંડણી ઉઘરાવવાની પ્રવૃત્તિ કરે છે અને હડતાળો પડાવવાની ધમકીઓ આપે છે જેથી કંપનીઓના પ્રોડકશનમાં નુકશાન જવાના ડરના કારણે કોઇ ફરિયાદ આપતું નથી. તેવી જ રીતે અમારી ફેકટરીમાં પણ બોનસના મુદ્દા સબબ મજુરોને ઉશ્કેરી અમારી પાસેથી ઉપર જણાવ્યા મુજબના ખંડણીના નાણા વસુલ કરેલ હતા. જે પૈકી 20,000 /- ની માંગણી કરેલ જે પૈકી અમે 10,000 /-આપેલા અને બીજા 10,000/- ની માંગણી ચાલુ રાખેલી જે અમે આપવાની ના પાડી દેતાં ગઇકાલ તા. 18/11 /2025 ના રોજ ફેકટરીમાં પણ મજુરોને ઉશ્કેરી અમારી ફેકટરીમાં તોડફોડ કરાવેલ અને અમારા માણસોને માર મરાવેલ. જેથી આ ખંડણી બાબતે અમારા મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી ફરિયાદ આપવાનું નકકી કરેલ. જે તે વખતે અમને હેરાન પરેશાન કરી ફેક્ટરી બંધ કરાવી દેવાની ધમકી આપતાં અમો તથા મેનેજમેન્ટ ડરી ગયેલ હોય ફરિયાદ આપવાનું ટાળેલ.

આમ આ મનીષભાઇ રોઠ રહે, અરેઠ ગામ તા. મોડવી જી. સુરતનાએ તા. ૧૪/૧૦/૨૦૨૫ થી તા. ૨૨/૧૦/૨૦૨૫ સુધીમાં કરેજ ખાતે આવેલ અમારી ગોપીકિશન પોલી પ્લાસ્ટ પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં નોકરી કરતા માણસોને બોનસ નહી આપો તો હુ કંપનીમાં હડતાળ પડાવી દઇશ મારી પાસે બહુ કાયદાઓ છે હુ તમારી કંપનીને આંટીમાં લઇ લઇશ તેવી મને અવાર નવાર ફોનથી તથા રૂબરૂમાં ધમકીઓ આપી રૂ. 20,000/- ખંડણી પેટે માંગણી કરતા મે મારા શેઠ મનોજ અગ્રવાલને વાત કરી મનીષભાઈ શેઠને ખંડણી પેટે રૂ. 5000/- રોકડા તથા. 5000/- ગુગલ પે થી આપેલા છે તેમ છતા તેણે મારી પાસે બીજા રૂ. 10,000/- ની માંગણી ચાલુ રાખેલ જેથી મારી આ મનીષભાઇ શેઠ રહે. અરેક ગામ તા. માંડવી જી. સુરતના વિરૂદ્ધમાં કાયદેસર થવા ફરીયાદ છે. મારા સાહેદો ફરીયાદમાં જણાવેલ તથા તપાસમાં નીકળે તેઓ વિગેરે એટલી મારી ફરીયાદ હકીકત મારા લખાવ્યા મુજબની બરાબર અને ખરી છે. જે વાંચી સમજી આ નીચે સહી કરેલ છે.

આ મુદ્દે વલસાડ- ડાંગ સાંસદ ધવલ પટેલ ગુજરાત પોલીસને જણાવે છે કે આદિવાસી સમાજના લોકોના નામે તોડ કરનાર આ મનિષ શેઠ નામના વ્યક્તિ વિરુધ્ધ પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી આદિવાસી સમાજના નામે કોઈ એક બીજા આવું ગેરકાયદેસર કામ કરવા માટ ડર બેસે..


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here