ધરમપુર: આજરોજ ધરમપુર ખાતે જર્જરિત રાજમહેલમાં લો (કાયદાશાસ્ત્ર) કોલેજ અને દેશના મહાન ક્રાંતિવીરોનું મ્યુઝિયમ બાબતે નીતિ વિષયક બાબત જણાવતા મુખ્યમંત્રીને નીતિવિષયક નિર્ણય લઈ યોગ્ય કાર્યવાહી કરવા બાબતે યુથલીડર ડો.નિરવ પટેલે રજૂઆત કરી હતી.

યુથલીડર ડો.નિરવ ભુલાભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં નાની વહિયાળ ગામે આવેલ અતિશય જર્જરીત મહેલના રિનોવેશન અને લો કોલેજ બનાવવા અને વીર શહીદોનું મ્યુઝિયમ બનાવવા રજૂઆત કરેલ હતી. જે બાબતે પુરાતત્ત્વ અને સંગ્રહાલયના નિયામક દ્વારા તા.૧૨/૧૧/૨૦૨૫ નો પત્રક્રમાંક : પઅસ/રજૂઆત.મ્યુ/૨૦૨૫ ૨૬/૩૨૬૧ ૩૨૬૨ પત્ર લખી જણાવેલ કે “સદર રાજમહેલ અત્રેની કચેરીના રક્ષિત સ્મારકની યાદીમાં નથી જેથી રિનોવેશન અંગેની કામગીરી સ્થાનિક તંત્ર દ્વારા હાથ ધરી શકાય. તેમજ દેશના વીર શહીદોનું મ્યુઝિયમ બનાવવા અંગેની રજૂઆત નીતિ વિષયક હોય સરકારશ્રી દ્વારા યોગ્ય વિચારણા કરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રદાદાને રજૂઆત કરેલી બાબતે મીડિયા સાથેની રજૂઆતમાં જણાવેલ કે અગાઉની રજૂઆત પછી થોડા દિવસ પછી સ્થાનિક આગેવાનોએ જણાવેલ કે હાલમાં માત્ર રિનોવેશનની કામગીરી માટે અમુક કરોડની ગ્રાન્ટ વલસાડ આર & બી વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવેલ છે પરંતુ માત્ર રિનોવેશનની કામગીરી એ પ્રજાના રૂપિયાનો વેડફાટ સમાન છે,અને એનાથી સામાન્ય જનતાને એટલો કોઈ ફાયદો નથી. એના બદલે વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસની જેમ સુંદર મ્યુઝિયમ જેમાં આદિવાસી સંસ્કૃતિની અને દેશના વીરશહિદોનું સન્માન લોકજીવનમાં વધે એ પ્રકારે બનાવવામાં આવે તો આ સ્થળ દક્ષિણ ગુજરાતની શાન વધારવામાં અને ઉત્તમ ટૂરિસ્ટ પ્લેસ તરીકે વિકસી શકે અને એક સરકારી લો (કાયદાશાસ્ત્ર) કોલેજ બને તો દૂર દૂરના વિધાર્થીઓ કાયદા ભણીને ઉત્તમ વકીલ બનીને કાયદો વ્યવસ્થા જાળવવામાં મહત્વનો ભાગ ભજવી શકે. પરંતુ પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગ દ્વારા નીતિ વિષયક બાબત જણાવતા આપશ્રીને પુનઃ રજૂઆત કરવાની ફરજ પડેલ છે. તો આ બાબતને પ્રજાના સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે ધ્યાને શક્ય એટલો ઝડપી નિર્ણય લઈ યોગ્ય કાર્યવાહી કરશો એવી મારી વિનંતી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here