જલાલપોર: ગતરોજ જલાલપોરના રહેવાસી એક દર્દીને તાત્કાલિક સારવાર માટે પરિવારજનોએ બપોરે બુધવારે નવસારી સિવિલની ઈમરજન્સીમાં લાવ્યા પરંતુ રાત્રે ફરજના તબીબે દર્દી અને પરિવારજનો સાથે અયોગ્ય વર્તન કર્યું હોવાનો આક્ષેપ સાથેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

પરિવારજનોના કહ્યા પ્રમાણે, ડોક્ટરે તેમને “હું તમારી નોકર નથી, મારા પર દબાણ ન કરો” કહી ઠપકો આપ્યો હતો. આ દરમિયાન દર્દીને જરૂરી તાત્કાલિક સારવાર આપવામાં વિલંબ થવાથી તેની સ્થિતિ વધુ નાજુક બની હતી. દર્દીની ગંભીર હાલત જોતા પરિવારજનોને મજબૂરીમાં તેને ખાનગી સરદાર હોસ્પિટલમાં ખસેડવો પડયો હતો. હાલ દર્દીની સારવાર ત્યાં ચાલુ છે.

હોસ્પિટલના સ્ટાફના અયોગ્ય વર્તન અને સારવારમાં થયેલા વિલંબને લઈને વિસ્તારના લોકોએ રોષ વ્યક્ત કર્યો છે. લોકોએ જિલ્લા આરોગ્ય તંત્રને આ ઘટનાની તપાસ કરીને જવાબદાર ડોક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here