વલસાડ: વલસાડના રાખોડીયા તળાવ વિસ્તારની આંગણવાડી જે 7 મહિના જ નિર્માણ પામેલ હતી તેનો પોપડો તૂટી પડતા સદભાગ્યે કોઈ બાળકો નાની મોટી ઇજા થયેલ એના લીધે વાલીઓમાં ઉગ્ર રોષની લાગણીઓ પ્રવર્તી રહેલ છે. આ પ્રકારની અનેક બાબતોને લઈને યુથલીડર ડો નિરવ પટેલ દ્વારા મુખ્યમંત્રીને રજુવાત કરવામાં આવી છે.

મીડિયા સાથેની વાતચીતમાં ડૉ.નિરવ પટેલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને કરેલી રજૂઆતની વિગતો વિશે જણાવ્યુ છે કે સામાજિક આગેવાન તરીકે સરકારી શાળાઓ અને આંગણવાડીઓની દયનીય હાલતો વિશે અમે વારંવાર રજૂઆત કરતા આવેલ છીએ પરંતુ નફ્ફટ તંત્ર ધ્યાને લેતું જ નથી અને અમે એલોકોને લોકોની વેદના સંભળાવવા કડવી ભાષાનો ઉપયોગ કરીએ ત્યારે સિસ્ટમ વિરોધી બતાવી અમારો અવાજ દબાવવા જુઠા કેસોમાં ફસાવી દેવામાં આવે છે. જ્યારે ભ્રષ્ટાચારીઓને ડામવા ઓપરેશન ગંગાજળ જેવા રૂપકડા નામો આપી પ્રજાને સબસલામત દેખાડવાનો પ્રયાસ થાય છે.

હાલમાં રાનકુવામા બનેલ નવી શાળામાં સ્લેબ નીચે નમી ગયેલો હોવાની જાણકારી ગામલોકોએ આપી, આવી જ રીતે વલસાડ નવસારી અને અન્ય આદિવાસી જિલ્લાઓમાં મોટાભાગની આંગણવાડીઓ ભયજનક પરિસ્થિતિઓમાં છે અથવા બાળકો બિલ્ડિંગના અભાવે ડેરી, આસપડોસના ઘરોમાં અથવા ખુલ્લામાં ભણવા મજબૂર બનતા હોય છે અને કેટલીય આંગણવાડીઓ અધક્ચરી હાલતમાં બનીને એનું કામ અટકેલું પડ્યું હોય છે તો શું દેશના ભવિષ્ય એવા બાળકોએ આવી હાલતમાં જ ભણવા મજબૂર બનવું કાયમી ધોરણે જરૂરી છે ?

ભ્રષ્ટાચારીઓ એટલા બધા બેફામ બન્યા છે કે એલોકોને કાયદાકાનૂનનો કોઈ ડર રહ્યો જ નથી એના લીધે જ અનેક લોકો લાંચ લેતા પકડાતા હોવા છતાં સિલસિલો અટકવાને બદલે વધતો જઈ રહ્યો છે એનું એક વરવું ઉદાહરણ હાલ મધ્ય પ્રદેશમાં જોવા મળ્યું જ્યાં એક યુવકે મેયરની જનસભામાં કામ કરવા માટે લાંચ માંગતા હોવાનો આક્ષેપ કરતા મેયરે પુરાવો માંગતા યુવકે સૌની લાઉડસ્પીકર પર ફોન કરતા બેશરમ લાંચિયા કર્મચારીએ બિન્દાસ લાંચ માંગી આખા વિસ્તારનું નીચાજોણું કર્યું. આપે અનેકવાર ભ્રષ્ટાચારીઓ વિશે કડક શબ્દો કાઢ્યા છે અને એકવાર તો એવું પણ કહ્યું છે કે મને એ નથી સમજ પડતી કે આ ભ્રષ્ટાચારી લોકોને રાત્રે જમવાનું કેવી રીતે ભાવતું હશે ? આ ભ્રષ્ટાચારીઓની કદી નહી પૂરી થાય એવી ભૂખ ને લીધે હાલમાં બનેલી રાજસ્થાન જેવી દુર્ઘટના ગુજરાતમાં બને તો નવાઈ નહી.

ગંભીરા બ્રિજ દુર્ઘટના બની તે પહેલા premonsoon કામગીરી ok હોવાનો દાવો કર્યો હતો પરંતુ ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર હરકતમાં આવતા અનેક બ્રિજ ભયજનક નીકળ્યા માટે શાળાઓ આંગણવાડીઓ પણ આવું નહી બને તે માટે તકેદારીના પગલા લેવામાં આવે એવી અમારી માંગ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here