રાજકોટ: ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચના DCP જગદીશ બાંગરવાની સૂચનાના આધારે રાજકોટના વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા અને વડોદરાના ગિરીશ સોલંકી સામે ખંડણી સહિત અનેક ગંભીર ગુન્હા હેઠળ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધી તેમના વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ સૌરાષ્ટ્ર હેડલાઈનના માલિક પુષ્પરાજસિંહ રાણા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે ટ્રેડમાર્ક વાળા લોગોનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો જેને લઈને રાજકોટના જાણીતા પત્રકાર જગદીશભાઈ મહેતા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
લોકો કહે છે કે આ એક નંબરનો ખંડણી ખોર પત્રકાર છે, ભાજપની દલાલી કરે છે અને બધા સમાજને ટારગેટ કરી અવારનવાર ભાન ભૂલે છે આને સજા થવી જોઈએ. તેમણે વિતેલા દિવસોમાં આદિવાસી સમાજના લોકોની પણ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી હતી બાદમાં આદિવાસી સમાજમાં રોષ ફેલાતાં તેમણે સોશ્યલ મીડિયામાં માફી માંગી વિવાદ થાળે પાડ્યો હતો.











