નવીન: સત્યાગ્રહી જેલમાં, તડીપાર/ ગુનેગાર/ નફરતી મિનિસ્ટર ! આજે સોનમ વાંગચુકને જેલમાં મોકલ્યાને 52 દિવસ થઈ ગયા છે. આ માણસ ન તો મુસ્લિમ છે, ન પાકિસ્તાની, ન આતંકવાદી, ન ડાબેરી, ન ખાલિસ્તાની, ન કોંગ્રેસી, ન આરજેડી નેતા, ન સમાજવાદી પાર્ટીનો સભ્ય. આ માણસ ગુંડો નથી, ન ગુનેગાર ! પણ તે જેલમાં છે. કેમ?
જે ગુનેગાર છે તેઓ સંસદ, વિધાનસભા અને મંત્રાલયમાં બેઠા છે. તેઓ બંગલામાં રહે છે અને લાલ બત્તીવાળી ગાડીઓમાં ઘૂમે છે. પરંતુ એક વૈજ્ઞાનિક, સામાજિક કાર્યકર, અહિંસક અને પ્રબુદ્ધ વ્યક્તિ જેલમાં છે ! સત્યાગ્રહી જેલમાં, તડીપાર/ ગુનેગાર/ નફરતી મિનિસ્ટર ! આ આપણા સમાજ વિશે કંઈક કહે છે. તે આપણા સમાજ વિશે એક સત્ય કહે છે. એક સત્ય જે મારા, તમારા અને આપણા સૌના ચહેરા પર એક થૂંક સમાન છે !
52 દિવસથી, દેશમાં ક્યાંય પણ સોનમ માટે કોઈ અવાજ ઉઠાવવામાં આવ્યો નથી. નેતાઓ, પત્રકારો, કાર્યકરો, વકીલો, લેખકો, કવિઓ, સોશિયલ મીડિયા પર લાઈક્સ મેળવનારા યોદ્ધાઓ, બધાના મોં આ થૂંકથી ચીકણાં, ઘૃણાસ્પદ અને દુર્ગંધયુક્ત લાગે છે.તેમણે મત ચોરીની ફરિયાદ કરી ન હતી. તેઓ સરકારને ઉથલાવી નાખવા માંગતા ન હતા. તેમણે ફક્ત એક માંગ કરી હતી : 6ઠ્ઠી અનુસૂચિ. પોતાની સંસ્કૃતિના રક્ષણની.
સત્તામાં આવવા માટે જે પક્ષે તેના મેનિફેસ્ટોમાં વચન આપ્યું હતું અને સત્તામાં આવેલ. આ માંગણી પૂરી કરવી એ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે ! સોનમ પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. કોઈ દલીલ નહીં, અપીલ નહીં, કોર્ટ નહીં, સુનાવણી નહીં. 52 દિવસ ! આપણા સૌની સામૂહિક શરમ છે !
BY: રમેશ સવાણી (નિવૃત-IGP)











