વલસાડ: આદિવાસી સમાજના નેતાઓ હવે સામ સામે આવી ગયા હોય તેમ બિરસા મુંડાની 150મી જન્મ જયંતીની ઉજવણી પ્રસંગે આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાએ જાહેરસભા યોજીને સરકાર ચેતવણી આપતાં કહ્યું કે ‘જો અમારો પાંચમી અનુસૂચિમાં સમાવેશ નહીં કરો, તો નેપાળવાળી કરવા માટે અમે ગાંધીનગર આવવાના છીએ.’ અને અનંત પટેલના સરકાર પ્રત્યેના આક્રમક ભાષણને લઈને આદિવાસી સાંસદ ધવલ પટેલ આ બન્ને આદિવાસી નેતાઓ પર નિશાન સાધ્યું છે.

TV13 ની સોશ્યલ પોસ્ટ પર મુકાયેલા વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલના નિવેદન મુજબ ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા- વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ આદિવાસી સમાજમાં અરાજકતા ફેલાવવાનું કામ કરી રહ્યા છે. આદિવાસી સમાજ હિંસા પર ઉતારી પડે એમ ઈચ્છે છે. ચૈતર વસાવા જાહેર સભામાં લોકોને નેપાળવાળી કરવા ઉક્સાવીને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

ચૈતર વસાવાએ કહ્યું હતું કે, ‘નરેન્દ્ર મોદી 24 વર્ષથી સત્તામાં છે, છતાં પણ આજે આદિવાસીઓ શિક્ષણ, નર્મદાના પાણી અને પોતાની જમીન બચાવવા માટે આંદોલનો કરે છે. પણ ‘હવે ‘લડેંગે જીતેંગે જિંદાબાદ’ જેવા આવેદન અને નિવેદન કરવા માંગતા નથી, હવે ધરણા પ્રદર્શનો અને આંદોલનો બંધ… જો અમારો પાંચમી અનુસૂચિમાં સમાવેશ નહીં કરો, તો નેપાળવાળી કરવા માટે અમે ગાંધીનગર આવવાના છીએ.’ જ્યારે અનંત પટેલ દ્વારા પણ આદિવાસી સમાજના લોકોને વિસ્થાપન અને અને જમીનો હડપી લેવાના અને 5 અનુસૂચી ન લાગુ કરવા માટેના આક્ષેપો લગાવ્યા હતા. આ વિધાનને લઈને જે આદિવાસી નેતા આદિવાસી નેતાઓ વચ્ચે જે વિવાદનો મધપુડો છંછેડાયો છે તે ક્યાં જઈને શાંત થશે. સાંસદ ધવલ પટેલના આ નિવેદન પર ધારાસભ્ય ચૈતર વસાવા અને ધારાસભ્ય અનંત પટેલન વળતો જવાબ આપશે એ તો આવનાર સમય જ બતાવશે