ધરમપુર: શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ધરમપુરમાં 27 થી 29 નવેમ્બર દરમિયાન રાજ્ય સ્તરીય ત્રિદિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં મુખ્યમંત્રી સહિત રાજ્યના તમામ મંત્રીઓ, સચિવો અને અગ્ર સચિવો ભાગ લેવાનું કહેવાય રહ્યું છે.
ત્રણ દિવસ ચાલનારી શિબિરના ઉદ્ઘાટન સમારોહમાં પ્રથમ દિવસે, 27 નવેમ્બરે, ગુજરાતના મુખ્યમંત્રી સાથે રાજ્યના વિવિધ વિભાગોના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ આ મહત્વપૂર્ણ બેઠકામાં ઉપસ્થિત રેહશે જેમાં રાજ્યના વિવિધ વિભાગોના વિકાસકાર્યોની સમીક્ષા કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે
આ બેઠકમાં મુખ્યમંત્રી આગામી દિવસોમાં હાથ ધરવાના આયોજન અને ગુજરાતને વધુ પ્રગતિશીલ બનાવવા માટે મહત્વપૂર્ણ સૂચનો આપનાર છે. ગુજરાતમાં શાસનતંત્રને વધુ સુદૃઢ બનાવવા માટે આ ચિંતન શિબિરને અત્યંત મહત્વપૂર્ણ મનાઈ રહી છે.











