ખેરગામ: આદિવાસી સમાજમાં લોકો માટે ગૌરવપ્રદ સમાચાર છે પોલીસ પ્રશાસનમાં વધુ એક સિધ્ધી જોડાઈ છે ગતરોજ ખેરગામ ભવાનીનગર સોસાયટીના રહેવાસી અતિન પટેલ પીએસઆઈ બનતા ખેરગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

DECISION NEWS ને મળેલી માહિતી મુજબ ખેરગામના અતિનભાઈ મગનભાઈ પટેલને રાજ્ય અનામત પોલીસ દળ જૂથ -14, કલગામ વલસાડ હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર PSI( પ્લાટૂન કમાન્ડર) તરીકે પ્રમોશન મળતા ખેરગામના લોકોમાં ખુશીનો માહોલ ઉભો થયો હતો. તેમણે વલસાડ ખાતે ઘણા વર્ષો સુધી ACB મા એએસઆઈ તરીકે ફરજ બજાવી છે. અતિનભાઈ પોતાના સરળ અને કાર્યદક્ષ સ્વભાવને લીધે 34 વર્ષોની નોકરીમાં પંથકમાં ખુબ જ લોકપ્રિય બન્યા છે.

યુથલીડર ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને એમની ટીમ દ્વારા અતિનભાઈને લોકસેવાના ખુબ સારા કામો કરો એવી શુભકામના પાઠવી હતી. સાથે સાથે આદિવાસી સમાજના લોકો સાથે થતાં વર્ષોથી અન્યાયને નાથવાનો પ્રયાસ કરે એ ખૂબ જરૂરી છે.