વાંસદા: ગતરોજ વાંસદા તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ કુરેલીયા ખાતે યોજાયો હતો. આ સ્પર્ધામાં ખો-ખો વિભાગમાં પીપલખેડની ટીમે પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે વાંસદા હોમગાર્ડ યુનિટની બહેનોની ટીમ ફાઈનલમાં બીજા ક્રમે રહી રનર્સ અપ બની હતી.
આ ઉપલબ્ધિ બદલ યુથલીડર ડો. નિરવ ભુલાભાઈ પટેલે વાંસદા હોમગાર્ડ યુનિટનું નામ રોશન કરનારી વાંસદા હોમગાર્ડ યુનિટની બહેનોની ટીમની ખેલાડીઓ સારા, ભારતી, નિલેશ્વરી, વનિતા, ભારતી, અંજના, પાર્વતી, યસ્વીની, ભૂમિ, કંચન, જીનલ, કાજલ સહિત તમામ બહેનોને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી.
આ સ્પર્ધાએ તાલુકાના ખેલાડીઓમાં ઉત્સાહનો સંચાર કર્યો છે અને આદિવાસી સમાજની મહિલાઓની રમતગમતમાં સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન આપ્યું છે. આવનાર દિવસમાં અન્ય આદિવાસી મહિલાઓ પણ રમતગમતમાં પોતાની પ્રતિભા બતાવશે એ નક્કી છે.











