મહુવા: આદિવાસી સમાજના જનનાયક બિરસામુંડાની 150મી જન્મજયંતિ જન જાતિય ગૌરવ વર્ષ ઉત્સવ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાની ભરતનાટ્યમ સ્પર્ધામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરવાના પ્રસંગે સાંસદ ધવલ પટેલે સિદ્ધિ પટેલનું સન્માન કરી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ જનનાયક બિરસામુંડાની 150મી જન્મજયંતિ જન જાતિય ગૌરવ વર્ષ ઉત્સવ કાર્યક્રમમાં રાજ્યકક્ષાની ભરતનાટ્યમ સ્પર્ધામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરવાના પ્રસંગે ડાંગ-વલસાડના સાંસદ ધવલ પટેલ દ્વારા સિદ્ધિ પટેલનું સન્માન કરી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. સિદ્ધિ પટેલે જણાવ્યું કે આ સન્માન માટે હું હૃદયપૂર્વક રાજ્ય સરકારશ્રીનો તેમજ આ આયોજન સાથે સંકળાયેલા તમામ પદાધિકારીશ્રીઓ,અધિકારીશ્રીઓનો હૃદયથી આભાર માનું છું.
તેમણે વધુમાં કહ્યું કે આ સન્માન મને આગામી સમયમાં વધુ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પ્રેરણા આપશે.સાથે જ મારા કલા ગુરુનો પણ હું વિશેષ આભાર માનું છું કે જેમના માર્ગદર્શન અને આશીર્વાદથી મારી સિદ્ધિ શક્ય બની છે.











