ધરમપુર: કમોસમી વરસાદને કારણે વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા, વાપી, ઉમરગામ, નાનાપોંઢા તાલુકાના ખેડૂતોને ડાંગરના પાકમાં નુકશાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ધરમપુર તાલુકાના કરંજવેરી ગામના ખેડૂતોના ડાંગરના પાકમાં પણ ભારે નુકશાન થયાના દ્રશ્યો સામે આવ્યા છે.

Decision News સાથે વાત કરતાં કરંજવેરી ગામના ખેડૂત ઉત્તમભાઈ ચૌરા જણાવે છે કે ખેડ, ખાતર, મોઘા બિયારણ અને મંજૂરી માથે પડી છે જેમણે ડાંગરની કાપણી કરી છે અને હજુ કાપણી બાકી છે ત્યારે વારંવાર માવઠાથી ખેડૂતોના પાકને બચાવવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે જેમનુ ભાત કાપવાનું બાકી છે તેમનો પાક ખેતરમાં બગડી રહ્યો છે ખેડૂત કરે તો શું કરે જેમ તેમ કરીને વર્ષ આખરનુ જીવન જીવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે પરંતુ કમોસમી વરસાદને કારણે આજે ખેડૂતો મુંઝવણમાં મૂકાઈ ગયા છે.

સમગ્ર વલસાડ જિલ્લાના ખેડૂતો ખેતી, પશુપાલન આધારિત છે અને કમોસમી વરસાદથી પશુનો ચારો પણ બગડી ગયો છે, જેથી પશુપાલન કરતા પશુપાલન કેવી રીતે કરશે તો સરકારીશ્રી ખેતરમાં પાકને થયેલ નૂકશાનનુ યોગ્ય વળતર મળે અને પશુ માટે ચારાની પણ વ્યવસ્થા કરી એવી આ વિસ્તારના ખેડૂતોની માંગ ઉઠી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here