ધરમપુર: છેલ્લાં કેટલાંક સમયથી કમોસમી વરસાદના તોફાનોએ ખેડૂતોના સપનાઓને પલભરમાં તબાહ કરી દીધા છે. ખાસ કરીને વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આદિવાસી ખેડૂતોના ડાંગરના તૈયાર પાકને ભારે નુકસાન થયું છે. લાખો રૂપિયાની નુકસાની વચ્ચે ખેડૂતો ખેતરોમાં ઊભા ડાંગરના પાકના એક-એક દાણાને જોઈ આંસુ વહેડાવતા ખેડૂતો નજરે ચડે છે. ત્યારે કોંગ્રેસના એક પણ આદિવાસી નેતાના ફોટો કે વિડીયો સામે નથી આવ્યા જેમાં તે ધરમપુરના દુઃખી ખેડૂતોના સાંત્વના આપવા પોહ્ચ્યા હોય કે કે તેમના નુકશાન થયેલા પાકના વળતર માટે સરકારમાં રજુવાત કે નિવેદન આપ્યું હોય બોલો.. ત્યારે જ તો ખેડૂતો કહે છે કે શું ધરમપુરમાં કોંગ્રેસ છે ખરી ?
કોંગ્રેસના આ આદિવાસી નેતાઓની ખામોશીએ આદિવાસી સમુદાયમાં વધુ અસંતોષ વધાર્યો છે. વલસાડ જિલ્લામાં વરસાદના આંકડા અનુસાર, ધરમપુર તાલુકામાં 60 મિ.મી.થી વધુ વરસાદ પડ્યો, જેના કારણે આદિવાસી ખેડૂતોના ડાંગરના તૈયાર પાક પલળી ગયા. હજારો હેક્ટર જમીન પર ઉગાડેલા ડાંગરના પાકને પાણી ભરાવાથી બગડી ગયો છે ખેડૂત વિનોદ પટેલ (નામ બદલેલું) કહે છે, “અમે મહિનાઓની મહેનતથી ડાંગર તૈયાર કર્યો હતો, દિવાળી પહેલાં વેચીને પરિવારને ખુશ કરવાનું વિચાર્યું હતું. પણ આ વરસાદે બધું બગાડી દીધું. એક-એક દાણો જોઈને આંસુ આવે છે, વળતર પણ મળશે કે કેમ તે ખબર નથી..?
ધરમપુરમાં કોંગ્રેસના આદિવાસી નેતાઓની ચૂપી: રાજકીય રમત કે અવગણના ?
ધરમપુર-વલસાડ વિસ્તારમાં કોંગ્રેસના કોઈ આદિવાસી નેતા નુકશાનીનો માર વેઠી રહેલા ખેડૂતો સાથે જોવા મળ્યા નથી. કોંગ્રેસના પૂર્વ સાંસદ કે વલસાડ જિલ્લાના પાર્ટી પ્રમુખ કિશન પટેલ, રમેશ પાડવી, રાજેશ પટેલ, સુરેશભાઈ કે કોઈ અન્પ કોંગ્રેસી નેતાઓએ હજુ સુધી કોઈ પગલું નથી લીધું. ન તો ખેડૂતોને ધીરજ આપવા પહોંચ્યા, ન સરકારને વળતરની રજૂઆત કરી. ખેડૂતો કહે છે, “ આદિવાસી ખેડૂતો ચૂંટણીમાં જ યાદ આવશે, પણ વાસ્તવિક સંકટમાં નહિ, કોંગ્રેસની આ ખામોશીએ આદિવાસી ખેડૂત સમાજમાં વિશ્વાસ ઘટાડ્યો છે.
રાજકીય વિશ્લેષકો કહે છે કે આ ખામોશી કોંગ્રેસની આંતરિક વ્યૂહરચનાનું પરિણામ છે. BJP સરકારના વળતર પેકેજની ઘોષણા પછી વિપક્ષને તીખો હુમલો કરવાની તક મળી પણ તેમણે તેનો લાભ નથી લીધો. ધરમપુરના આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસની હાજરી નબળી પડી રહી છે, અને આ ઘટના તેને વધુ નબળી બનાવી શકે છે. જો સ્થાનિક નેતાઓ નથી જાગ્યા, તો આદિવાસી ખેડૂત સમુદાયમાં નારાજગી મોટા પ્રમાણમાં વધશે એ નક્કી છે. ધરમપુરના આદિવાસી ખેડૂતોની વેદના કોણ સાંભળશે ? આ પ્રશ્નનો જવાબ તો સમય જ આપશે, પણ ત્યાં સુધી શું ખેડૂતોના આંસુ વહેતા રહેશે અને ધીમી ગતિએ ખેડૂતોમાં અસંતોષ વધી રહ્યો છે.











