ઉમરપાડા: આજરોજ ઉમરપાડા તાલુકાના ચારણી ગામમાં આજે એક ભંગાર અકસ્માતી ઘટના બની, જેમાં મોપેડના એક્ટિવા ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતાં વાહન રસ્તાથી નીચે ફંગોળાયું હતું. આ ઘટનામાં ચાલકને શરીર પર અનેક સ્થળોએ ગંભીર ઈજાઓ પહોંચી, જોકે સદનસીબે જાનહાનિ થઈ નથી.

Decision News ને ઘટના સ્થળ પરથી મળેલી માહિતી મુજબ ઉમરપાડા તાલુકાના ચારણી ગામમાં સવારના સમયે મુખ્ય રસ્તા પર બની. એકટીવા ચાલકનો અચાનક સ્ટીયરિંગ પર તેનો કાબુ ન રહ્યો અને આ અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો. આ દુર્ઘટનાના અવાજથી નજીકમાંથી પસાર થતા લોકો તુરંત દોડી આવ્યા અને ઘાયાલ ચાલકને તાત્કાલિક બચાવી લાવ્યા.

આ ઘટનામાં મોપેડને નુકસાન થયું છે, પ્રાથમિક તપાસમાં ચાલકની ઝડપ અને રસ્તાની ખરાબ સ્થિતિને અકસ્માતનું મુખ્ય કારણ માનવામાં આવ્યું છે. આ ઘટનાથી ગામમાં ચર્ચા ચાલી રહી છે કે સ્થાનિક રસ્તા સુધારણા માટે માંગ કરવી જોઈએ.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here