સેલવાસ: દાદરા નગર હવેલી કોંગ્રેસ દ્વારા ભાજપ અને પ્રશાસન અને ચૂંટણી વિભાગ પર સત્તાનો ઉપયોગ કરી ચૂંટણીમાં ન માત્ર વોટ થોરી કરી છે પણ ખોટી રીતે ભાજપે આખી ચૂંટણી જ ચોરી લીધના ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર દાદરા નગર હવેલીમાં યોજાઇ રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પહેલા જ મોટાભાગની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં બિનહરીફ ભાજપનો ભાગવો લહેરાયો છે. મતદાન પહેલા જ ભાજપે દમણ જિલ્લા પંચાયત, દમણ નગરપાલિકા, દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત અને સેલવાસ નગરપાલિકામાં ભાજપના ઉમેદવારો બીનહરીફ વિજેતા થતા જ પ્રદેશના રાજકારણમાં ચર્ચાનો વંટોળ શરુ થયો છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પ્રભુ ટોકિયા અને કોંગ્રેસ પ્રદેશ પ્રભારી માણેકરાવ ગામીત દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે કે આ ચૂંટણી પ્રક્રિયામાં શરૂઆતથી જ પ્રશાસન અને ચૂંટણી વિભાગ ભાજપના ખોળે બેસી અને ભાજપના ઈશારે તેના તરફેણમાં જ કામગીરી કરી હોવાના કોંગ્રેસે આક્ષેપ કર્યા છે. આ મુદ્દે આગામી સમયમાં કોંગ્રેસ કોર્ટના પણ દ્વાર ખટખટાવવામાં આવશે
ભાજપે પણ કોંગ્રેસના આક્ષેપોનો વળતો જવાબ આપ્યો છે અને ભાજપની રણનીતિથી અને વિકાસના મુદ્દે ભાજપ તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વિજેતા થયું હોવાના દાવો કર્યો હતો.











