નર્મદા: નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલ ગરુડેશ્વરના ચીનકુવા ધીરખાડી ગામમાં ખેતરમાં કામ કરતા સ્થાનિક લોકો પર વીજળી પડી અને બે લોકોના મૃત્યુ થયા જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો મૃત્યુ પામેલા પુરુષ અને મહિલાને ગરુડેશ્વર સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. PM બાદ શબને ઘરે લઈ જવા માટે સબ વાહિનીની માંગણી કરી તો જાણવા મળ્યું કે ત્યાં વર્ષોથી સબ વાહીનીની સુવિધાઓ જ ઉપલબ્ધ ન હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે હજારો કરોડો રૂપિયાની બનાવવામાં આવી અને નવા નવા પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા ત્યાંના સ્થાનિક આદિવાસી લોકોની જમીનો લઈ લેવામાં આવી એમને વિસ્થાપિત કરવામાં આવ્યા અને 30 અને 31 ઓક્ટોબરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે અને દર બે ત્રણ મહિને મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, ક્લાસ વન અધિકારીઓ અને ઝેડ પ્લસ સિક્યુરિટી ધરાવતા નેતાઓ તમામ આગેવાનો અહીં આવે છે પણ તેમ છતાં પણ જે લોકો જમીન વિહોણા થયા છે અને જ્યારે તેમની આકસ્મિક મૃત્યુના અંતિમ સમયે તેમને પ્રાઇવેટ વાહન લાવી અને પીકઅપ ગાડીમાં બિન વારસી લાશ તરીકે તેમને લઈ જવામાં આવે તે ખૂબ જ દુઃખદ અને શરમજનક બાબત છે.

વડાપ્રધાન 30 અને 31 તારીખે આવે છે એમનો બે દિવસનો ખર્ચો પાણીના બિસ્લેરી બોટલ પાણીના જગ ટેન્કર થઈને 75 લાખ રૂપિયા બિલ બનાવવામાં આવ્યું અને ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જે આખો વિસ્તાર છે ત્યાં લાઈટોનું જે કામ કરવામાં આવ્યું છે એમાં 20 થી 25 કરોડ રૂપિયાના બેનરો તેમજ અન્ય ખર્ચાઓ થઈ અને 100 કરોડથી પણ વધારે પ્રજાના ટેક્સના પૈસા આવા મોટા કાર્યક્રમો અને ખોટા ખોટા તાઈફાઓ કરી એને બરબાદ કરી દેવામાં આવે છે અને જ્યારે પાંચ-દસ લાખ કે 15 લાખની એ વિસ્તારમાં રહેતા લોકો જ્યારે મૃત્યુ પામે છે આદિવાસી સમાજ હોય કે અન્ય સમાજ તો એવા લોકો માટે સબ વાહીની પણ નસીબમાં નથી આવતી. એક કહેવત છે કે “દીવા તળે અંધારું”


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here