ડેડીયાપાડા સાગબારા: કેટલાંક સમયથી ડેડીયાપાડા સાગબારા તાલુકાઓમાં આવેલ ગામોમાં ખુલ્લેઆમ વિદેશી દારૂના અડ્ડાઓ ચાલે છે, આ વિષે પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર આ વિષે અનેક વખત લોકો રજુવાત કરી ચુક્યા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેને લઈને લોકો આક્રોશમાં આવી ગયા છે.
આદિવાસી યુથલીડર ડો. અશ્વિન વસાવા જણાવે છે ડેડીયાપાડા પોસ્ટની પાછળ પણ ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ થાય છે. ચીકદા તાલુકામાં ચીકદા ગામમાં ફળિયા ફળિયામાં વિદેશી દારૂ વેચાણ થાય છે. સંભુનગરમાં તો રોડની બાજુમાં ” વિદેશી દારૂનું વેચાણ કરવામાં આવે છે. દેવમોગરામાં તો દરેક દુકાને બુમાબુમ કરીને વિદેશી દારૂ વેચાણ થાય છે. સાથે તીન ખુણીયામાં બિયર બાર આવેલા છે. બરડી ફળિયામાં પણ બિયર બાર આવે છે ત્યા થી ગુજરાતમાં દારૂ સપ્લાઈ થાય છે. દિવાળીમાં તો બુટલેગર ટ્રકને ટ્રક વિદેશી દારૂ વેચાણ થાય છે. ચીકદા થી આગળ વધો એટલે સુરત જિલ્લામાં આવેલ ચવડા, સુતખડકામાં તો ગોવા જેવું માહોલ જોવા મળે છે.
તેમણે વધુમાં કહ્યું કે આ બધું કોણ પીએ છે. ખાસ કરીને 18-22 વર્ષ ના યુવાનો ! આ યુવાનો પાસે પલ્સર ડુક, ktm R1 વગેરે ફાસ્ટ ચાલતી ગાડીઓ હોય છે અને એના લીધે દરોજ અકસ્માત થાય છે. દરોજ યુવાનો જીવ ગુમાવે છે. 1-2 દિવસમાં જ મારા જ ગામના 2 યુવાનોનું રોડ અકસ્માત થયો ખુબ જ દુઃખની વાત છે. દરોજ દેવમોગરા, સાગબારા, ચીકદા રોડ પર યુવાનોનું અકસ્માત થાય છે. કેમ થાય છે કારણ કે દરેક ચોકડી, દરેક ગામોમાં તાલુકામાં ધાર્મિક સ્થળો પર વિદેશી દારૂ મળે છે, યુવાનો પીવે છે અને બનાવો બને છે. હવે આ યુવાનોનો ભણ્યા પણ ખરાં ! પણ જોબ નથી ? મમ્મી પપ્પા જોડે ઝગડો કરીને બાઈકો લઈ માંગે છે અને આ બેન્ટ પાર્ટીમાં તે બેન્ટ પાર્ટીઓમાં નાચગાન કરવા જાય છે. અને ખાસ કરીને દારૂનું સેવન કરી લેય છે એટલે જીવન ટૂંકાવે છે. આ ગુજરાતના યુવા ધનને બચાવવું હોઈ તો વિદેશી નકલી દારૂ, બિયર બારને પ્રતિબંધ કરવું પડે. તો જ સમાજ દેશ સુરક્ષિત છે બાકી અશાંતિ ગામે ગામ ફેલાઈ રહી છે.
આ બધુ બંધ ના થાય તો દેવ દિવાળી પછી સામાજિક સંગઠન, લીડરો, મીડિયા, તંત્ર નો સાથ લઈ ને જનતા સાથે રાખીને જન આંદોલન સાથે દારૂના હડ્ડા બંધ કરવામાં આવશે. તો પણ ના બંધ કરવામાં આવે તો નર્મદા જિલ્લાના લીડરો રાજ્યપાલને રૂબરૂમાં રજુઆત કરવા જશે











