દક્ષિણ ગુજરાત: અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતના લોકો રેહજો તૈયાર.. આવી રહ્યું છે વાવાઝોડું જેની અસર આજ થી જ દેખાશે. 24 ઓક્ટોબરથી વરસાદનું જોર વધશે. 27 થી 28 ઓક્ટોબરના સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ માહોલ જોવા મળશે. ગાજવીજ સાથે સામાન્ય મધ્યમ વરસાદની આગાહી છે.

અંબાલાલ પટેલના કહ્યા મુજબ 24 ઓક્ટોબરના રોજ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, ભારે વરસાદની આગાહી છે. બંગાળના ઉપસાગરમાં એક વાવાઝોડું બનવાની શક્યતાના કારણે 24 ઓક્ટોબરથી એક સિસ્ટમ મજબૂત થઈ તારીખ 28 અને 29 ઓક્ટોબર સુધીમાં ભારે ચક્રવાત થવાની શકયતા છે. જેમાં પવનની ગતિ 100 થી 150 પ્રતિ કલાક જેટલી રહશે. બંગાળના ઉપસાગરમાં 23 અને 24 ઓક્ટોબરમાં એક વાવાઝોડું આકાર લેતું જોવા મળશે. તારીખ 28 અને 29 સુધીમાં આ વાવાઝોડું ભારે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે.

અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, બંગાળ ઉપ સાગરમાં ભારે વરસાદ થઈ શકે છે. તારીખ 19 ઓક્ટોબરના દિવસે વાવાઝોડું અરબી સમુદ્રમાં આકાર લેતા જોવું મળશે. બંગાળ ઉપસાગરનો વાવાઝોડું દક્ષિણ ભારતમાં અસર કરતા વાવાઝોડું અરબી સમુદ્રમાં પ્રવેશતા ભારે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. અરબી સમુદ્રનું વાવાઝોડું બંગાળ ઉપસાગરનો ચક્રવાતના અસરથી ગુજરાતનું હવામાન પલટશે 7 નવેમ્બર બાદ પણ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ શક્યતા છે, જેની અસર પણ ગુજરાતના કેટલાક ભાગોમાં રહેશે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here