સેલવાસ: ચૂંટણી ફોર્મની ચકાસણી દરમિયાન અપક્ષ અને અન્ય પક્ષોના ઉમેદવારોના ફોર્મ રદ થતા દાદરા નગર હવેલીમાં જિલ્લા પંચાયત, નગરપાલિકા અને ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને લોકોએ હોબાળા મચાવ્યો હતો અને રાજકારણ ગરમાયો હોવાના દ્રશ્યો સામે આવ્યો છે.
Decision News ને મળેલી માહિતી પ્રમાણે ભાજપના તમામ સભ્યોના ઉમેદવારી ફોર્મ સ્વીકારી લેવામાં આવ્યા છે. ચૂંટણી ફોર્મની ચકાસણી દરમિયાન અન્ય રાજકીય અપક્ષ અને અન્ય પક્ષોના ઉમેદવારોના વિવિધ કારણોસર ફોર્મ રદ કરવામાં આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો હતો જેને લઈને રાજકારણ ગરમાયું છે.
ફોર્મ રદ થવાના વિરોધમાં મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા. કલેક્ટર ઓફિસ પર લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને ચૂંટણી અધિકારીઓના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી. આગામી ચૂંટણી પહેલા જ ફોર્મ રદ થવાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો અને રાજકીય પક્ષો વચ્ચે સામસામે શબ્દોના તીર છૂટવા લાગ્યા છે.










