દક્ષિણ ગુજરાત: ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં રાજ્યમાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાય રહ્યો છે ત્યારે અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. આવનાર દિવસમાં તોફાન સાથે વરસાદ સાથે નવા વર્ષની શરૂઆત થશે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હાલમાં ધીમે ધીમે શિયાળો શરૂ થઇ રહ્યો છે. શિયાળો શરૂ થવાના આ માહોલ વચ્ચે હવામાનમાં ફરી એકવાર પલટો આવી શકે તેવા સંકેતો છે. અંબાલાલ પટેલના કહ્યા પ્રમાણે, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 22 ઓક્ટોબર સુધી હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

હાલ વાતાવરણમાં ભેજ વધ્યો હોવાથી ડાંગ, વલસાડ, નવસારી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં મેઘગર્જના સાથે છૂટાછવાયો વરસાદ પડવાની શક્યતા છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે, બંગાળના ઉપસાગરમાં એક નવું વાવાઝોડુ બનવાની સંભાવના છે. જો આ સિસ્ટમ મજબૂત બનશે, તો તેની સીધી અસર ગુજરાતના દક્ષિણ ભાગો પર જોવા મળી શકે છે અને ફરી વરસાદી માહોલ સર્જાઈ શકે છે. તેમજ ઓક્ટોબર મહિનાના અંતમાં દક્ષિણ ગુજરાત ડાંગ, તાપી, વલસાડ, નવસારી વરસાદ આવશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here