આહવા: ગતરોજ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જનઆક્રોશ સભાનું આયોજન જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા, ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી, ધારાસભ્ય અનંત પટેલ અને બીજા અને દિગ્ગજ નેતાઓ ઉપસ્થિતમાં મંગળભાઈગાવિતની કોંગ્રેસમાં ઘર વાપસી કરતાં ભાજપમાં મોટું ગાબડું પડ્યાની ડાંગમાં ચર્ચાનું વંટોળ ફૂકાયું હતું.
મંગળભાઈ ગાવિતની કોંગ્રેસમાં ઘરવાપસીએ ડાંગ કોંગ્રેસમાં નવા પ્રાણ પૂર્યા છે. મંગળભાઈ ગાવિત, જિલ્લા સદસ્ય લાલભાઈ ગાવિત, તાલુકા સદસ્ય દીપકભાઈ પીપળે, બાલુભાઈ વળવી, વસંતભાઈ તુમડા,રામજભાઈ ધૂમ સહિત ભાજપાના અન્યકાર્યકરો અને તેમના સમર્થકો સાથે ફરી કૉંગ્રેસનો પંજો પકડયો હતો. આ ઘરવાપસીથી ડાંગ જિલ્લા ભાજપા સંગઠનમાંમોટું ગાબડું પડ્યું છે.
કોંગ્રેસમાં પરત ફર્યા બાદ મંગળભાઈ ગાવિતે કહ્યું કે ડાંગના ધારાસભ્ય વિજય પટેલનાં નાના ભાઈ પર ભ્રષ્ટાચારનાં ગંભીરઆક્ષેપો કર્યા હતા. તેમણે મનરેગા યોજના અંતર્ગત ચાલતા કામોમાં સરપંચો પાસેથી 10% જેટલી મોટી ટકાવારી લેવાતી હોવાનો આક્ષેપ કર્યો હતો.
આ જન આક્રોશ સભામાં ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સ્નેહલભાઈ ઠાકરેએ આરોપ લગાવતા કહ્યું કે ભાજપાએ દેશની કફોડી હાલત કરી છે અને આદિવાસીઓની ઉપેક્ષા કરી તેમની સાથે ઓરમાયું વર્તન રાખે છે. ભાજપના રાજમાં અધિકારીઓ દ્વારા દરેક વિભાગમાંથી હપ્તા ઉઘરાવવાનો અને ડાંગ ભાજપના નેતાઓની ટકાવારીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે ભાજપાપર જિલ્લા પંચાયતની ઓબીસીની સીટનીચોરી કરવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો હતો.પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપા સરકારને ગરીબ વિરોધી અને આદિવાસી વિરોધી ગણાવી હતી, જેમાં માત્ર નેતાઓનો વિકાસ થતો હોવાનું કહ્યું છે.

