વાંસદા: આદિવાસી કોકણા, કોકણી, કુનબી (ડાંગ) સમાજ ગુજરાત રાજ્ય દ્વારા ગતરોજ આદિવાસી સમાજના સંગઠનના હોદ્દેદારો કુળ પરિવારના પ્રમુખમંત્રીઓની રાષ્ટ્રીય સંગઠનમાં તાલુકા જિલ્લા કેન્દ્ર સાથે (NGO) સાથે એક ચિંતન શિબિરમાં પૂર્વ પટ્ટીમાં આવેલ કુકણા સમાજના દેવી-દેવતા સાથે અનુસુચી (5) વિસ્તારોમાં આવેલા હોય જેમના હાલ અલગ અલગ જગ્યાએ ટીમ બનાવી માવજત માટે મહત્વ અને તેનો ઇતિહસનું વર્ણન કરી કુદરતી રીતે જોડાયેલા તેના સ્થાનિક લોકોની સમિતિની જવાબદારી સોપવા એક બેઠક પણ કરવામાં આવી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકાના કાવડેજ ગામમાં આવેલ ડુંગર પર બિલદેવ નામના સ્થાનક પરથી પસાર થતાં આજુબાજુ બિલોના ઝાડ અને કુદરત સાથે સંકળાયેલ આ બિલદેવને આગામી દિવસોમાં તેનો ઇતિહાસ અને અનુસુચી (5) માં આવેલ સ્થાનકોની જાળવણી બાબતે ખૂબજ સારો વિકાસ કરી એના આદિવાસી સમાજના લોકોને એક આગવી ઓળખ આપી તેમની ઇતિહાસ અને તેમની પ્રકૃતિ સાથે જોડાયેલી કથાઓને ગમજુભાઈ ચૌધરી દ્વારા અને દ્વારા અને શ્રી દિનેશભાઈ ખાંડવી દ્વારા સમગ્ર ટીમ પ્રતિનિધિ મંડળને આજરોજ ખૂબ સારી રીતે એનો ઇતિહાસ કુદરતી રીતે જોડાયેલા ડુંગરોની બાજુમાં આવેલ રાદણીઓ ડુંગરની બાજુમાં આવેલ અજમલગઢ ડુંગર અને એની બાજુમાં આવેલ ખરેરા નદીની આ ડુંગરોમાંથી નીકળતા પાણીની આ નદીઓમાં જોડાય તેનો મહત્વ અને તેની કથાઓ અને ઇતિહાસ વિશે કુકણા બોલીમાં એની ખુબ સુંદર રીતે સમગ્ર પ્રતિનિધિ મંડળને સમજ આપવામાં આવી હતી.
એક તાર્કિક ઇતિહાસ સાથે એક વાસ્તવિક વસ્તુનું સમગ્ર પ્રકૃતિનું જતન અને તેના સાંભાળ માટેની જગ્યા માટે માજી સરપંચ શ્રી દશરથભાઈને સાથેરાખી એનું મહત્વ આ ચિંતન શિબિરમાં સમજ આપવામાં આવ્યું. ચિંતન શિબિર કોકણા સમાજમાં આવેલ સાહિત્ય બાબતે ખૂબ જ સરસ રીતે ચાલી આવતી કંસરીની કથાની આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર કોલેજોમાં જેનો અભ્યાસ આજે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે, એવા અભ્યાસક્રમોનો ખૂબ બહોળો અને દેશ વિદેશમાં યુનિવર્સિટીઓમાં અભ્યાસ માટે આ કંસરીની કથાઓ બાબતે અભ્યાસક્રમમાં સમાવેસ કરવામાં આવેલ હોય તેવા સંજોગોમાં શ્રી ડાયાભાઈ વાઢું દ્વરા આગામી દિવસોમાં તારીખ 26/10/2025 નાં રોજ કપરાડા ખાતે થનાર એક આદિવાસી સાહિત્ય મંચના ઉપર કંસરી કથા સંદર્ભે એક પુસ્તકનું વિમોચન કરવામાં આવનાર હોવાની વાત પણ થઇ.

