વાંસદા: આદિવાસી કોકણા, કોકણી, કુનબી(ડાંગ) સમાજ ગુજરાત રાજ્ય દ્વારા ગતરોજ વાંસદામાં ગુજરાતના સમાજના સંગઠનના હોદ્દેદારો કુળ પરિવારના પ્રમુખમંત્રીઓની રાષ્ટ્રીય સંગઠનમાં તાલુકા જિલ્લા કેન્દ્ર સાથે (NGO) સાથે એક ચિંતન શિબિરનું આયોજનું આયોજન કરવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ આ શિબિરમાં આદિવાસી સમાજને સંગઠિત કરવામાં આવતી સમસ્યાઓ, ખાસ કરીને સાંપ્રત સમયમાં સામાજિક શૈક્ષણિક આર્થિક અને સંસ્કૃતિને સાથે અસ્તિત્વને ટકાવવા માટે જે હાલની પરિસ્થિતિ ઊભી થઈ છે તેના માટે એક પ્રશ્ન ઉપર તમામ સંગઠનને સાથે લઈ રાષ્ટ્રીય મંચ પર લઈ જવા માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. આ ચિંતન શિબિર મુખ્ય ઉદ્દેશ્ય તાપી, વ્યારા દેગામ, ડોલવણ, સોનગઢ તેમજ ડાંગ જિલ્લાના સુબીર, આહવા તેમજ નવસારી જિલ્લાના વાંસદા, ચીખલી,ખેરગામ તેમજ વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડાના ગામોમાંથી પધારેલા પ્રતિનિધિ મંડળ દ્વારા ત્યાંના સ્થાનિક તાલુકા અને જિલ્લાના સમાજમાં સંગઠનને મજબૂત બનાવવા માટે ત્યાંના તાલુકાના ગામોને પાટીલ કારભારી તેમજ ત્યાંના અગ્રણી એવા આગેવાનો સાથે સ્થાનિક પ્રશ્નોની ચર્ચા કરી ગ્રામ્ય લેવલે તેની સમજ આપી અને સંગઠનમાં કામગીરી સાથે કેવી રીતે સમાજનો ઉત્થાન માટે સંગઠિત થવું અને તેમાં શૈક્ષણિક રીતે સામાજિક રીતે અને સાંસ્કૃતિક રીતે લોકોને જોડવા માટે નવયુવાનો મહિલાઓ તેમજ સંસ્કૃતિને જાળવવા માટે જે હાલ આધુનિક યુગમાં નવયુવાનો જે રીતે સંસ્કૃતિનું પાલન તરફ પરિવર્તન થઈ પોતાની સંસ્કૃતિ ભૂલી સાથે વાજિંત્રો લુપ્ત સાથે દેવી-દેવતાઓ અને તહેવારો એવા અનેક બાબતો ઉપર ચર્ચાનો હતો.

આ ઉપરાંત સમાજના રીતી‌-રીવાજો ને વ્યસન, દુષણો, સાથે જન્મ, લગ્ન, મરણ પ્રસંગોમાં થતા ખર્ચા ઉપર નિયંત્રણ, બંધારણના હક અને અધિકાર સાથે સ્થાનિક જળ, જગલ, જમીન, અને પર્યાવરણને બચાવવા માટે સાથે ખેતી અને ધંધો અને નવયુવાનોમાં પરિવર્તનના મુદ્દાઓ પણ જોવા મળ્યા.

આ પ્રસંગે આનંદભાઈ બાગુલ, ડો. મધુભાઈ ગાયકવાડ, શ્રી કાશીરામભાઈ બિરારી, જગદીશભાઈ પટેલ, કાંતિભાઇ કુનબી, વિનયભાઇ ભોયા તેમજ ડાહ્યાભાઈ વાઢું, મણીભાઈ ભુસારા, દિનેશભાઈ ખાંડવી અને સ્થાનિક એવા તમામ આગેવાનોની હાજરી આપી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here