ખેરગામ: ખેરગામ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ એસઓજી પોલીસના સ્ટાફે શનિવારના રોજ ચીખલી તાલુકાના ઘેજ ગામના વાળંદ ફળિયામાં ઘનશ્યામ રમણભાઇ સોલંકીના રહેણાંક મકાનમાં છાપો મારી તપાસ હાથ ધરતા એક લોડેડ રિવોલ્વર મળી આવી હતી.આ હથીયારનો પરવાનો શંકાસ્પદ જણાતા પોલીસે આ 80,000 રૂપિયાની કિંમતની રિવોલ્વર તેમાના છ અને બીજા બે મળી કુલ 8 જેટલા જીવતા કારતુશ કબ્જે લીધા.

Decision News ને મળેલી માહિતી મુજબ 18 નંગ ખાલી મળી કુલ 80,000 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઇ જે અંગે એસઓજી પોલીસના એએસઆઇ નયનખાન દોસખાનની ફરિયાદમાં પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી વધુ તપાસ એસઓજીના પીઆઇ એ હાથ ધરી હતી. શનિવારના રોજ એસઓજી પોલીસના મહિલા સહિતનો સ્ટાફ અલગ અલગ પાંચેક જેટલા વાહનોમાં ધસી આવીઘેજ ગામના વાળંદ ફળીયા સ્થિત ઘનશ્યામ સોલંકીના ઘરમાં ધામો નાંખ્યો હતો અને સવારથી લઇને મોડી સાંજના કલાકો સુધી તપાસનો દોર ચાલ્યો હતો.

આ દરમ્યાન ઘનશ્યામ અને પરિવારના અન્ય સભ્યોના પોલીસે મોબાઈલ ફોન પણ કબ્જે લઈ ઘરમાં ત્રાહિત વ્યક્તિઓને પ્રવેશ બંધી ફરમાવી રીત સરનું સર્ચ ઓપરેશન ચલાવતા આ વાત વાયુવેગે પ્રસરતા અને પરવાનો શંકાસ્પદ જણાતા જેના કબ્જામાંથી રિવોલ્વર કબ્જે લેવાઈતે જિલ્લા ભાજપના મહિલા મોરચાના હોદ્દેદારનો પતિ હોય અનેક ચર્ચાઓ ઉઠવા પામી હતી. વધુમાં પોલીસ દ્વારા કેટલાક બનાવટી ઓળખકાર્ડ પણ કબજે લેવાયા હોવાનું કહેવાય છે. હાલે તો સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here